પાટણનાં બગવાડમાં વેપારીએ શાકની લારીવાળા સાથે ઝઘડો કરી લારી ઊંધી વાળી દીધી

Views 113

પાટણ શહેરનાં બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલા માણેક સેન્ટરમાં આવેલી કુમકુમ જ્વેલર્સની સામે ઉભા રહેલા શાકભાજીની એક લારીવાળા સાથે જ્વેલર્સનાં સંચાલકોએ બોલાચાલી અને મારામારી કરતાં મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો.

આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતિનાં ટાંકવાસણા ગામે રહેતા અને પાટણમાં બગવાડા વિસ્તારમાં માણેક સેન્ટર પાસે શાકભાજીની લારી ઉભી રાખીને વ્યવસાય કરતાં અશોકભાઇ હેમજીભાઇ પટ્ટણી, ઉપરોક્ત જ્વેલર્સની આગળ ઉભા હતા ત્યારે જ્વેલર્સનાં માલિક શ્રેયસે તેમની પાસે આવીને કહેલ કે, ‘તારી લારી સીધી ઉભી રાખ, મારા ગ્રાહકને અડચણ થાય છે અને એ પછી અહીં ઉભો ના રહેતો. ને અહીં ઉભો રહેવું “ હોય તો, વેપાર કરવો હોય તો પૈસા આપવા પડશે” તેમ કહેતાં અશોકભાઇએ કહેલ કે, હું ગરીબ છુંને શાકભાજી વેચીને મારો ધંધો કરું છું. તેમ કહેતા ઉશ્કેરાયેલા ને ગાળો બોલી હતી ને શ્રેચસનાં સંબંધી રાજુભાઇએ આવીને બંને જણાએ અશોક સાથે ઝપાઝપી કરીને તેને નીચે પાડતાં તેને ઇજા થઇ હતી ને તેની લારી ઊંઘીવાળી દેતાં તેને નુકશાન થયું હતું. આ બનાવ અંગે તેણે બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે બે જણા સામે આઇપીસી 323/294 (બ) મુજબ ગુનો નોંધ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *