ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે
આર્ટિકલ 370 હટાવ્યા બાદ શાહનો પ્રથમ પ્રવાસ
સેના અને IB ચીફ સહિત 12 મોટા અધિકારી સાથે કરશે બેઠક
ગૃહમંત્રી અમિત શાહ આગામી 3 દિવસ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 નાબૂદ થયા બાદ શાહની આ પ્રથમ કાશ્મીર મુલાકાત છે. શાહની મુલાકાતનો ઉદ્દેશ રાજ્યના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા માટે કહેવામાં આવી રહ્યો છે, પરંતુ તેમની મુલાકાત જે સંજોગોમાં થઈ રહી છે તેને જોતા તેમની મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે.
ધારા-370 હટ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર કાશ્મીર પ્રવાસે જઈ રહ્યા છે, જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક જગ્યાએ સુરક્ષાદળો ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન વડે પણ ચારે તરફ નજર રાખવામાં આવી રહી છે. અમિત શાહ 23 ઓક્ટબરે જમ્મુ કાશ્મીર જશે જ્યાં તેઓ શ્રીનગરથી શારજહા માટે વિમાન સેવાનો શુભારંભ કરશે. આ સાથે બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
ઘાટીમાં હિંસા અને આતંકવાદી ગતિવિધિઓએ સમગ્ર દેશની ચિંતા વધારી છે. લઘુમતીઓ અને સ્થળાંતર કરનારાઓની હત્યા બાદ 12 વર્ષ પછી પૂંછ અને રાજૌરી જિલ્લાના જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે જશે.
જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને લઈને ઉચ્ચ સ્તરિય સમિક્ષા બેઠક કરશે અને જમ્મુમાં સભાને સંબોધિત કરશે. જમ્મુ ખાતે આઈઆઈટીમાં નવા બ્લોકનું ઉદ્ઘાટન કરશે. 23 ઓક્ટબરના રોજ અમિત શાહ શ્રીનગર પહોંચશે. અહીં ગૃહમંત્રી SKICCમાં આયોજીત લાભાર્થી સંમેલનમાં ભાગ લેશે.
પાકિસ્તાનને સંદેશ મોકલવાનો પ્રયાસ!
શાહની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ મજૂરો અને લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આતંકી હુમલા બાદ લોકોમાં ડર પણ વધી ગયો છે. ઘણા પ્રવાસી મજૂરો અને લઘુમતીઓ પણ હિંદુ ઘાટી છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહની મુલાકાત લઘુમતીઓમાં વિશ્વાસ જગાડી શકે છે. શાહની મુલાકાત દ્વારા, પાકિસ્તાનને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે તે ગમે તેટલો આતંક ફેલાવે, ભારત તેના લોકોની ભાવનાને ડગમગવા દેશે નહીં.
HBN TV NEWS
