પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

Views 53

સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ના ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન મેળાનું આયોજન તારીખ 3 /3/2022 ના રોજ કરવામાં આવ્યું હતું .
જેમાં બીએસસીના પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્ટાફ ગણ અને કોલેજના આચાર્ય તથા ટ્રસ્ટી સાહેબ શ્રી દ્વારા દરેક સ્પર્ધક વિદ્યાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રકારના 8 વર્કિંગ વિજ્ઞાન મોડેલ રજૂ કર્યા હતા જેમાં ગ્રીન ફ્યુચર અને વોટર પ્યોરીફિકેશન મોડેલ રજુ કરનાર ચૌહાણ સુનીતા અને પટેલ ધર્મિષ્ઠા એ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
દ્વિતીય નંબરે ભાટિયા આર્યન, ક્રિશ્ચન ઓરલીન્સ ,બારીયા પાર્થ અને બારીયા વિવેકે પ્રાપ્ત કર્યો હતો જેમને lifi વાયરલેસ ટેકનોલોજી નું મોડલ રજૂ કર્યું હતું. તૃતીય ક્રમાંક પટેલ અતુલ અને ડામોર મનન એ પ્રાપ્ત કર્યો હતો.
જેમને હેલિકલ નેબ્યુલા ફ્રોમ યુનિવર્સ મોડલ રજૂ કર્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રોફી આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *