પંચમહાલ ના હાલોલના કુંપાડિયા ગામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને લગ્ન યોજાયા

Views 62

પંચમહાલ ના હાલોલના કુંપાડિયા ગામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને લગ્ન યોજાયા
કુંપાડિયા ગામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને લગ્ન યોજાયા હાલમાં ચાલી રહેલા કોરોના ની મહામારી ને લઈને સમગ્ર દેશમાં અલગ-અલગ પ્રકારના લોકડાઉન થયા. આ મહામારી ને કારણે સમગ્ર દેશમાં નાના-મોટા ઉદ્યોગો બંધ રહ્યા. જેથી નાના વર્ગના માણસ માટે ઘણી બધી તકલીફ ઊભી થઈ. પરંતુ લોકડાઉન પાંચમાં થોડી છૂટછાટ મળતા સરકાર દ્વારા લગ્નની પરમિશન થી અગાઉ થી અટકી ગયેલા લગ્ન ફરીથી થયા.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલના કુંપાડિયા ગામે રહેતા વિજયભાઈ મેલા ભાઈ ગોહિલ પોતાની દિકરીના લગ્ન માટે હાલોલના પ્રાંત અધિકારી ની 50 વ્યક્તિની પરમિશન લઇને લગ્નનું આયોજન કર્યું. સરકાર દ્વારા લેવાયેલા કડક નિયમોનું પાલન કરીને રોહીના બેન વિજયભાઈ ગોહિલ ના લગ્ન ભાવેશભાઈ નરેન્દ્ર ભાઈ પરમાર સાથે તારીખ 12/06/20 ના રોજ વિધિપૂર્વક થયા. લગ્નમાં આવેલા બધા જ લોકો એ વર-વધૂ સહિત માસ્ક પહેર્યું હતું. અને સોશિયલ ડિસ્ટન્સ નો પાલન કર્યું હતું
રિપોર્ટર:નવનીત ગોહિલ હાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *