પંચમહાલ ના બાકરોલ શાળાના આચાર્યશ્રી નો ઇનોવેશન ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ
પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં છેલ્લા આઠ વર્ષથી મુખ્ય શિક્ષકની ફરજ બજાવતા સતિષકુમાર પ્રજાપતિ શાળામાં બાળકો માટે નિત નવા ઇનોવેશન હાથ ધરાતા રહે છે. જેમાં વર્ષ 2018/19 માં ડીઝીટલ સાહિત્ય નિર્માણ કરવાનો સંકલ્પ કરતાં. વિવિધ વિષયો ના સાત કેલેન્ડર તેમજ બાર માસના દીનમહિમા, યોગ બુક, વાર્તાબુક, દેશીહિસાબ, વાંચન લેખન બુક ઉપરાંત રિસેસ પ્રવૃત્તિ ના 1000 થી પણ વધુ ક્યુઆર કોડ જનરેટ કરી બાળકો માટે ડીઝીટલ સાહિત્ય નિર્માણ કરતાં. આ ઇનોવેશન ને ગત વર્ષે રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું હતું. અને આજે ઇન્ટરનેશનલ WAC BOOK OF RECORD માં મારા ઇનોવેશન ને રેકોર્ડ માં સ્થાન આપવામાં આવ્યું છે. કહેવાય કે કરેલું ક્યારે ફોગટ જતું નથી વર્ષ પછી પણ તેની નોંધ લેવાતા સફળતા પ્રાપ્ત થતાં આનંદ..
રિપોર્ટર:-ભવીનભાઈ પરમાર (કાલોલ)
પંચમહાલ ના બાકરોલ શાળાના આચાર્યશ્રી નો ઇનોવેશન ક્ષેત્રે વર્લ્ડ રેકોર્ડ
Views 137