પંચમહાલ ના કાલોલ,હાલોલ અને ઘોઘંબા ની જનવિકાસ ટિમ દ્વારા DPEO ગોધરા ની મુલાકાત લીધી તા.4/6/2020 ના રોજ ઉડાન (જનવિકાસ) ટીમ દ્વારા પંચમહાલમાં જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારીને “સ્ટડી ફોમ હોમ”અભિયાન અંતર્ગત “વીકલી લર્નિંગ મટીરીયલ” અંતર્ગત આચાર્ય અને શિક્ષક દ્વારા વ્હોટ્સ અપ, સોસીયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું લર્નિંગ મટીરીયલ અંગે કરેલ સર્વેના આંકડાકીય માહિતી,તારણો અને ભલામણોની રજુઆત કરવામાં આવી.ત્યારબાદ લોકડાઉન દરમિયાન કરેલ કામગીરીની ચર્ચા કરી જેમાં DPEO ઉડાનની કામગીરી ખૂબ જ ખુશ થયા અને વિદ્યાર્થીઓ સુધી લર્નિંગ મટીરીયલ બાળકો સુધી પહોંચાડવામાં કેવા પ્રકારનો સપોર્ટ મળશે તેની ચર્ચા તેવો દ્વારા કરવામાં આવી.અમોએ જણાવ્યું કે અમે પંચમહાલની 200 શાળાઓમાં કાર્ય કરીયે છે. જેનું મોનીટરીંગ થાય તે માટે એસ.એમ.સી. સાથે જોડાણ કરાવીશું અને બાળકોને લર્નિંગ મટીરીયલની પ્રિન્ટ વહેંચણી કરવામાં, બાળકો, વાલીઓને સમજાવવામાં મદદરૂપ થઇશુ તેમ જણાવ્યું.DPEO દ્વારા ઉડાનની ટીમને MICRO PLANINING માં જોડાવાની મિટિંગમાં જાણ કરશે અને એકબીજાના સહકારથી કાર્ય કરવાની બાંહેધરી આપી
ત્યારબાદ ડી.એસ.પી. મેડમ (ડો.લીના પાટીલ) ગોધરાની મુલાકાત કરી અને તેમને કામની ચર્ચા કરી અને બંધારણનું ઘર ગિફ્ટ આપ્યું અને તેમના કાર્યની પ્રશંસા કરી.
જિલ્લા પંચાયત પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનને ટપાલ મારફતે અરજી આપી અને છોટાઉદેપુર પ્રમુખ, જી.પ્રા.શિ.અ, શિક્ષણ સમિતિ ચેરમેન,પ્રાથમિક શિક્ષણ નિયામક,સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર, સચિવશ્રી, શિક્ષણ મંત્રી, દરેકને ઈમેલ મારફતે અરજી કરવામાં આવી.
ગોધરા રૂબરૂ રજુઆતમાં વિનાબેન(હાલોલ), સાવિત્રીબેન(ઘોઘમ્બા), હિતેશભાઈ(કાલોલ), લલિતાબેન(ગોધરા), યોગેશ (જાંબુઘોડા), રેહાના તથા ઈરફાનભાઈ સહભાગી થયા હતા.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ (પંચમહાલ)
પંચમહાલ ના કાલોલ,હાલોલ અને ઘોઘંબા ની જનવિકાસ ટિમ દ્વારા DPEO ગોધરા ની મુલાકાત લીધી
Views 54