પંચમહાલના કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું.

Views 124


કોરોના મહામારી લોકડાઉન ની પરિસ્થિતિમાં પ્રજાની હાલત કફોડી બની છે.તેમ છતાંય પેટ્રોલ ,ડીઝલ તથા જીવન જરૂરીયાત ની વસ્તુઓના ભાવોમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા થઇ રહેલ ભાવ વધારાને પરત ખેંચી પ્રજાની મુશ્કેલી નિવારવા અંગે મહામહીમ રાજ્યપાલ સાહેબ ગાંધીનગર ને સંબોધીને કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા કાલોલ મામલતદારને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.
દેશમાં હાલમાં કોરોના મહામારી અને લોકડાઉન ને કારણે ખુબજ ગંભીર પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહેલ છે તથા દેશના પ્રજાજનોની હાલત ખુબજ દુ : ખદ અને ચિંતા પ્રેરિત છે અને તેમનું આર્થિક આયોજન ડામાડોળ થઇ ગયેલ છે . આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજા પડખે ઉભા રહેવાને બદલે ખુબ જ આકરા અને પ્રજા વિરુધ્ધ નિર્ણયો લઈ રહેલ છે . હાલમાં પેટ્રોલ , ડીઝલ અને તમામ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનો ભાવોમાં બેફામ વધારો નોંધાયો છે , આંતર રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ – ડીઝલનો ભાવો નિયા અને નિયંત્રણમાં હોવા છતાંય હાલમાં કેન્દ્ર અને રાજ્યસરકાર અનેક ઘણો ભાવ વધારો કરી લોક ડાઉનની સ્થિતિમાં આર્થિક સંકળામણ વેઠતા લોકો પ્રત્યે ઉદાસીનતા સેવી અન્યાય કરેલ છે . ત્યારે હાલમાં કરાવામાં આવેલ ભાવ વધારો તુરંત પરત ખેંચી પેટ્રોલ -ડીઝલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવોમાં ખુબજ રાહત આપવા અમારી માંગ અને રજુઆત છે . કેન્દ્ર અને રાજ્ય સરકાર તાત્કાલીક નિર્ણય લઈ દેશની પ્રજાજનોને સહયોગ આપે એવી વિનંતિ સાથે કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા કાલોલ મામલતદાર ને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું.અને કાલોલ માં કોરોના મહામારીમાં પણ પોતાના ઘરની ચિંતા કર્યાં વગર ફરજ બજાવતાં ડોક્ટર, નર્સ સ્ટાફ,પટાવાળા અને પોલીસ કર્મીઓનું કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *