ગાંધીનગર, અમદાવાદમા વાયા બાયડ અને દહેગામ રૂટનો ઉપયોગ કરી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે દહેગામ વિસ્તારમાંથી એલસીબીની ટીમે રીક્ષામાં દારૂ લઇ જતા બે આરોપીઓને નહેરુ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.પી.પરમારની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હેડકોન્સ્ટેબલ વિક્રમસિંહ મકવાણાને બાતમી મળી હતી કે, બાયડ તરફથી એક રીક્ષા નંબર જીજે 07 એટી 3133માં વિદેશી દારુ ભરવામાં આવ્યો છે અને રીક્ષા બાયડથી વાયા દહેગામ થઇને અમદાવાદ તરફ જવાની છે. જેને લઇને એલસીબીની ટીમના સજ્જાદ હુસૈન સહિત નહેરુ ચોકડી પાસે વોચમાં ગોઠવાઇ ગયા હતા.
જ્યારે બાતમી મુજબની રીક્ષા નહેરુ ચોકડી પાસે આવતા તેને રોકવામાં આવી હતી. તેની તપાસ કરતા સીટ નીચે દારૂ ભરેલો જોવા મળ્યો હતો. રિક્ષાને પોલીસ મથકે લઇ જઇ તપાસ તેમાંથી વિદેશી દારૂની 240 બોટલ કિંમત 30 હજાર સહિત રીક્ષા કિંમત 50 હજાર, મોબાઇ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ અજય રમેશભાઈ નાથબાવા (રહે-અયોધ્યાપુરી સોસાયટી નડિયાદ) તેમજ મહેન્દ્ર શિવલાલ ટેલર (રહે-બાયડ,તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.