નમસ્તે ટ્રમ્પ,: અમદાવાદ સ્ટેડીયમ ખાતે કાયૅક્રમ યોજાયો…

Views 72

નમસ્તે ટ્રમ્પ,: અમદાવાદ સ્ટેડીયમ ખાતે કાયૅક્રમ યોજાયો…
અમદાવાદ ખાતેના આજના અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં લાખો લોકોની હાજરી અને વિશાળ સ્ટેડિયમ ને જોઇને ખુદ ટ્રમ્પ પણ અચંબામાં પડી ગયા હતા અને ભાવવિભોર થઇને વડાપ્રધાન મોદી સાહેબના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે મુખ્ય વાત એ કરી કે જે આપણા માટે જરૂરી હતી કે ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવા માટે અમે પાકિસ્તાનને અનુરોધ કરીએ છીએ અને ભારતની એકતા અને અખંડિતતા સામે કોઈ પણ સરહદ ઉપર જ્યારે આતંકવાદનો સામનો કરવાનો રહેશે તો તેમાં અમેરિકા ભારતની સાથે રહેશે. આ ભારત માટે ખૂબ જ અગત્યની વાત છે. આ વાતથી ચીન અને પાકિસ્તાનના પેટમાં જરૂર રેડાશે. વિશેષમાં તાજેતરમાં મોદી સાહેબે દેશ માટે જે આંતરિક પગલાં લીધાં છે તેની સામે તેમણે કોઈ ઉલ્લેખ ના કરીને અમેરિકા ની સંમતિ ની મહોર મારી દીધી અને પાકિસ્તાનને અવળા હાથે અડબોથ મારી દીધી છે. આજનો આ કાર્યક્રમ ભારત અને ભાવિ સમયમાં સમાજના વિકાસ માટે એક શ્રેષ્ઠ અને સફળ કાર્યક્રમ યોજાયો હતો. વિરોધ પક્ષો ભલે ભારતમાં કુપ્રચાર કરતાં હોય પરંતુ અમેરિકામાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક આગવી છાપ છે જે ભારતને વિશ્વ સત્તા બનતા રોકી નહિ શકે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *