નડીયાદ પશ્ચિમ પોસ્ટે હદના ખુજા તલાવડી શારદામંદિર રોડ નહેર પાસેથી ઘરમાં ભોયરું બનાવી સંતાડેલ ભારતીય બનાવટના પરપ્રાન્ત દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા – નડીયાદ
પોલીસ અધિક્ષકશ્રી ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી / વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા કરેલ સુચનાની અમલવારીના ભાગરૂપે ગત તા . ૦૫/૦૨/૨૦૨૨ ના રોજ શ્રી એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓએ એલ.સી.બી. સ્ટાફને દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દેશી / વિદેશી દારૂના કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇશ્રી ડી.બી.કુમાવત , હેડકો.રાજુભાઇ , હેઙકો . કનકસિંહ , હેડ.કો. મહાવીરસિંહ , હેડકો.મહેશભાઇ , હેડકો . ઋતુરાજસિંહ , હેડકો.સંદિપ , વુ.હેડકો.સાધનાબેન , તથા પો.કો. કેતનકુમાર વિગેરે પોલીસ માણસો ઓફિસે હાજર હતા
પો.ઇન્સશ્રી એ.વી.પરમાર સાહેબ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ ખુજા તલાવડી શારદા મંદીર રોડ નહેર પાસે સુર્યાબેન વા / ઓ રમેશભાઇ શંકરભાઇ તળપદા રહે . નડીયાદ , ખુજા તલાવડી , શારદા મંદીર રોડ , નહેર પાસે તા . નડીયાદ જી.ખેડા નાઓને પોતાના રહેણાંક મકાનમાં તથા મકાન સામે આવેલ ખુલ્લા પ્લોમાંથી નાની મોટી કાચની તથા પ્લાસ્ટીકની બોટલો નંગ -૭૮૧ તથા બીયરના ટીન નંગ -૯૬ મળી કુલ- ૮૭૭ કિ.રૂ. ૨,૯૬,૬૭૫ / – ના મુદામાલ સાથે આ.નં. ( ૧ ) સુર્યાબેન વા / ઓ રમેશભાઇ શંકરભાઇ તળપદા નાઓ સ્થળ ઉપરથી મળી આવી પકડાઇ જઇ તેમજ આરોપી – અમીતભાઇ રમેશભાઇ તળપદા સ્થળ ઉપરથી નહિ મળી આવી સદરહું બંન્ને આરોપીઓ વિરુદ્ધમાં નડીયાદ પશ્ચિમ પો.સ્ટે . પ્રોહિ . ધારા હેઠળ હેઙકો.રાજુભાઇ નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી . કરવામાં આવેલ છે .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી , લીના રાવત
નડીયાદ પશ્ચિમ પોસ્ટે હદના ખુજા તલાવડી શારદામંદિર રોડ નહેર પાસેથી ઘરમાં ભોયરું બનાવી સંતાડેલ ભારતીય બનાવટના પરપ્રાન્ત દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા – નડીયાદ
Views 57