ધાનેરામાં 25 લાખ ખર્ચ કરવા છતાં હજુ રાજીવ ગાંધી ભવન અદ્ધરતાલ

Views 126

ધાનેરા તાલુકા પંચાયતમાં સરકાર દ્વારા 25 લાખની ગ્રાન્ટ આપી નવ વર્ષ પહેલા રાજીવગાંધી ભવન બાંધવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને આ કામ છેલ્લા દશ વર્ષથી અધુરું પડી રહ્યું છે. અને તમામ નાણાં પણ વપરાઇ જવાના કારણે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ આક્ષેપો પણ થવા લાગ્યા છે. લોકોએ આ બાબતે અગાઉ અનેકવાર જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવા છતાં આ મકાનનું કામ આજે પણ અધ્ધરતાલ જોવા મળી રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા 11 વર્ષ અગાઉ જિલ્લાના તમામ તાલુકા મથકે રાજીવગાંધી ભવન બનાવવા માટે 25 લાખની ગ્રાન્ટ આપવામાં આવી હતી. અને જે તે સમયે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયત પ્રમુખના કવાટર્સ પાસે એક ગોડાઉન હતું. ત્યાં નક્કી કરવામાં આવેલ અને જૂના ગોડાઉનને તોડી ત્યાં રાજીવગાંધી ભવન બનાવાનું ચાલુ કરાયું હતું. દીવાલો બનાવી ધાબા ભર્યા બાદ આ કામ ખોરંભે પડ્યું છે અને આજે દશ-દશ વર્ષ થવા છતાં આ રાજીવ ગાંધી ભવનનું કામ અધ્ધરતાલ જ છે.

જ્યારે આ કામમાં 25 લાખ રૂપિયા પુરા થઇ ગયા છે અને કામ પણ 50 ટકા અધુરું હોવાના કારણે લોકો પણ આ મકાન બનાવવા અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના જાહેર આક્ષેપો કરી રહ્યા છે. તપાસ કરવા બાબતે અગાઉ જીલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

તેમ છતાં છેલ્લા કેટલાય સમયથી આ મકાનનું કામ પુરું કરવામાં આવતું નથી અને લોકો પણ આ મકાન બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. આ અંગે જાગૃત નાગરીક વસરામભાઇ પટેલએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આવી હતી તે પણ તમામ વપરાઇ ગઇ છે. તોય કેમ અધુરું છે. સરકારે જો પુરા નાણાં આપ્યા હોય તો કામ પણ પુરું થવું જ જોઇએ પરંતુ આમા પુરું નથી થયું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *