ધરપકડ:અમદાવાદમાં હત્યા, હત્યાની કોશિશ અને ફાયરિંગ કરી આતંક મચાવનાર ગૌરવ ચૌહાણ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Views 136

આ ગેંગ છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી અને મુખ્ય સૂત્રધાર ગૌરવ ચૌહાણ સામે ગંભીર પ્રકારના 22 ગુના નોંધાયા છે
 
પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
                                       પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરના બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, રામોલ અને વટવા સહિતના આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર ગેંગ સામે બાપુનગર પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે પાંચ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓ અલગ અલગ ગુનામાં જેલમાં જ બંધ છે. આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં અલગ અલગ ગંભીર પ્રકારના ગુના જેવા કે હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એકટ મુજબ નોંધાયેલા છે.

આરોપી ગૌરાંગ અને અજય
                                                                        આરોપી ગૌરાંગ અને અજય

ગૌરવની ગેંગમાં પાંચ લોકો સામેલ છે
ઝોન 5 DCP અચલ ત્યાગીએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગૌરવ ચૌહાણ નામનો મુખ્ય સૂત્રધાર આ ગેંગ ચલાવતો હતો. જેની સામે 22 જેટલા ગુના નોંધાયેલા છે. પાંચ લોકો આ ગેંગમાં સામેલ છે જેમાં ગૌરવ સહિત ચાર લોકો જેલમાં બંધ છે જ્યારે એક આરોપી સંજય ભદોરીયાની બાપુનગર પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે.

આરોપી કૃણાલ અને રાહુલ શાહ
                                                            આરોપી કૃણાલ અને રાહુલ શાહ

ગૌરવ સામે 22 ગુના નોંધાયેલા છે
આરોપી ગૌરવ ચૌહાણની સામે હત્યા, હત્યાની કોશિશ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટ મુજબના કુલ 22 ગુના, સંજય ભદોરીયા સામે હત્યા, હત્યાની કોશિશ અને આર્મ્સ એકટ મુજબના 12 ગુના, કૃણાલ બારોટ સામે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના 10 ગુના, રાહુલ ઉર્ફે સર્કિટ સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ સહિતના 8 ગુના અને અજય કાંચા સામે હત્યાની કોશિશ, આર્મ્સ એકટ અને મારામારીના ગુના નોંધાયેલા છે. આ ગેંગ વ્યાજ પર લોકોને પૈસા આપતી હતી અને વ્યાજ ન આપે તો ધમકી આપી ખંડણી માંગતા હોવાના ગુના નોંધાયેલા છે.

ઝોન 5 DCP અચલ ત્યાગી
                                                    ઝોન 5 DCP અચલ ત્યાગી

આરોપી સંજય ભદોરીયાની ધરપકડ કરી લેવાઈ
આજ ગેંગને અન્ય ગેંગ સાથે ઝઘડો થાય ત્યારે ગેંગવોરના બનાવ બન્યા છે. જેમાં હત્યા અને હત્યાની કોશિશ સહિતના ગુના નોંધાયેલા છે. આરોપી કૃણાલ અને ગૌરવ બંને નાનપણથી સાથે રહેલા છે અને તેઓએ આવા ગુના સાથે જ કરેલા છે. આરોપી સંજય, અજય અને રાહુલ તેમના મિત્ર છે. બાપુનગરમાં 2020માં જે હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો હતો તેમાં ગૌરવને ઝઘડો થયો હતો અને બાકીના આરોપીઓને બોલાવી અને હત્યાની કોશિશ કરી હતી. આરોપી સંજય ભદોરીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓ જેલમાં જ છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *