દારૂની હેરાફેરી:અસલાલીમાં મોંઘા વિદેશી દારૂની ડિલિવરી કરવા જતા બૂટલેગરની ધરપકડ, 3 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Views 64

  • જોની વોકર, રેડ લેબલ, બ્લેક લેબલ જેવી બ્રાન્ડનો દારૂ ઝડપાયો
  • અમદાવાદ ગ્રામ્ય પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી

    દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી - Divya Bhaskar
                                                               દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી
  • શહેરમાં મલેતુજારો માટે મોંઘી દારૂની બોટલ લવાતી હોવાની બાતમી અમદાવાદ જિલ્લા પોલીસને મળી હતી. જે દરમિયાન પોલીસે અસલાલી પાસે વોચ ગોઠવીને 2.99 લાખની સ્કોચ દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ દારૂ કોણે મગાવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે.

    છોટા હાથી ટેમ્પોમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો
    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદને અડીને આવેલા અસલાલી પાસેથી એક છોટા હાથી વાહનમાં દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન અગાઉથી બાતમી પ્રમાણેનું વાહન ત્યાથી પસાર થયું હતું.

    પોલીસને 120 જેટલી દારૂની બોટલો મળી
    પોલીસે આ વાહન રોકતા તેમાં મોંઘી દારૂની બોટલ મળી આવી હતી. જેમાં 48 જ્હોની વોકર, રેડ લેબલ 48 બોટલ, બ્લેક લેબલ 24 બોટલ હતી. આ દારૂના જથ્થા સાથે પોલીસે સંજય રઘુ ભરવાડ નામના શખ્સને ઝડપી લીધો છે. આ દારૂ લેવા માટે આવનાર વ્યક્તિને શોધવા પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. દારૂના જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

  • HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *