દહેરાદૂનના અનુજ સક્સેના પાસે વર્ષ ૧૯૯૯માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી ભારતની એકમાત્ર રૂ.૫૦ ની સ્પેસિમેન નોટ છે

Views 58

         સુરત,શનિવાર: સુરતના કૃષિમંગલ હોલ ખાતે આયોજિત કોઈનેક્ષ પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા ઉત્તરાખંડ રાજ્યના  દેહરાદૂનના અનુજ સક્સેના પાસે વિશ્વની પ્રથમ ગોલ્ડ અને સિલ્વર બેંક નોટ છે. એન્ટીગુઆ અને બર્બુડા દેશે બહાર પાડેલી ભારતની વિશ્વની પ્રથમ ગોલ્ડ અને સિલ્વર બેંક નોટ રસ ધરાવતાં સુરતવાસીઓ નિહાળી શકે તે માટે પ્રદર્શિત કરવામાં આવી છે. અનુજ સક્સેના પાસે ભારતની એક માત્ર વર્ષ ૧૯૯૯માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી રૂ.૫૦ ની સ્પેસિમેન નોટ પણ ઉપલબ્ધ છે. આ અંગે તેમણે કહ્યું કે, હું આજ સુધી ૯૦ દેશોમાં આયોજિત પ્રદર્શનોમાં ભાગ લઇ ચૂક્યો છું. આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બ્રાઝિલમાં પ્રદર્શિત કરેલી રૂ.૫૦ ની સ્પેસિમેન નોટ એકમાત્ર પોતાની પાસે ઉપલબ્ધ છે. વિવિધ દેશોના ચલણી નોટોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતનું નાણું પણ વિશ્વના વિવિધ દેશોની કરન્સી સાથે પ્રદર્શિત કરવામાં આવે છે, જેમાં રૂ.૫૦ની નોટ તેમણે બ્રાઝિલથી ખરીદી હતી.  
          અનુજ સક્સેનાએ પોતાના હેરિટેજ કલેક્શન અંગે જણાવ્યું કે, એન્ટીગુઆ અને બર્બુડા દેશે વિશ્વની પ્રથમ સોના અને ચાંદીથી બનેલી ચલણી નોટ બહાર પાડી હતી. જે મારા કલેક્શનમાં ઉપલબ્ધ છે. મને બાળપણથી શાળાજીવન દરમિયાન તેમને જૂનીપુરાણી ચીજવસ્તુઓને સંગ્રહ કરવાનો શોખ હતો. આજે મારી પાસે મોટા ભાગના દેશોના પ્રાચીન ચલણી સિક્કાઓ, સ્મારક સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ અને વિદેશી ચલણી નોટો, ઓલિમ્પિક રમતોના સિક્કાઓ, બ્રિટિશ ઇન્ડિયા, હૈદરાબાદ નિઝામ અને રિપબ્લિક ઇન્ડીયાની પેપર કરન્સીનું મોટું કલેક્શન છે. નાનપણથી જ વિવિધ સિક્કાઓ અને ટપાલ ટિકિટ સંગ્રહ કરવાનો શોખ હોવાથી આ શોખને પૂર્ણ કરવા ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કાઓ સહિત ભારતીય રિઝર્વે બેંકના પ્રથમ ગવર્નરથી લઈને અત્યાર સુધીના તમામ ગવર્નરની સહીઓ વાળી ચલણી નોટ મારા સંગ્રહમાં સામેલ છે. મારા દેહરાદૂન સ્થિત ઘરે પણ મોટી સંખ્યામાં જિજ્ઞાસુ લોકો મારા સંગ્રહને નિહાળવા મુલાકાત લે છે.
           અનુજ સક્સેનાએ પત્રકારત્વમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ દેહરાદૂન ખાતે દૈનિક જાગરણ અખબારમાં રિપોર્ટર અને સબ એડિટર તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ જર્નાલિઝમ કરી રહ્યા છે. તા.૧૩ થી ૧૫ માર્ચ દરમિયાન ચાલનારા આ પ્રદર્શન પ્રાચીન અને અલભ્ય ચીજવસ્તુઓ નિહાળવા ઈચ્છતા સુરતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી પ્રાચીન કચ્છના ચલણ ‘કોરી’ના વિવિધ ચલણી સિક્કાઓ જેવા કે,એક પાયલો, અડધીયો, એક કોરી જેવા દુર્લભ સિક્કાઓની ઝાંખી પણ રજૂ થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *