તિક્ષ્ણ હથિયારથી મારામારી કરવાના ગુન્હામાં દોઢ મહિનાથી નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ 

Views 165

તિક્ષ્ણ હથિયારથી મારામારી કરવાના ગુન્હામાં દોઢ મહિનાથી નાસતા ફરતા એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ 
. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારુ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં નાસતા ફરતા ઇસમો તથા હથિયારોના કેસો શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ .  
 
 પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન. ચાવડા તથા પો.સ.ઈ.શ્રી આઇ.એસ. રબારી તથા પો.સ.ઇ. શ્રી જે.વાય.પઠાણ તથા પો.સ.ઇ. શ્રી પી.એમ.પરમાર નાઓએ પોતાની ટીમના માણસો સાથે અમદાવાદ શહેરમાં નાસતા ફરતા આરોપીઓ તથા હથિયારના કેસો શોધી કાઢવા સારૂ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ . .
૨૦/૦૧/૨૦૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે આરોપી બાદલ સન / ઓફ રમેશચંદ્ર નંદલાલ જાતે બબ્બર ઉવ .૩૦ રહે . અનીલ વકીલ ની ચાલી , રાજીવગાંધી ભવન પાછળ , પ્રેમનગર , નરોડા રોડ , મેમ્કો , સરસપુર , અમદાવાદ શહેર નાને શહેરકોટડા એવરેસ્ટ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે .
પકડાયેલ આરોપીની પુછપરછ કરતા પોતે અગાઉ સને -૨૦૧૨ થી સને -૨૦૧૫ સુધી શહેરકોટડા અને નરોડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ છે . ગઇ તા .૦૬ / ૧૨ / ૨૦૨૧ ના રોજ રાત્રિના આંઠેક વાગ્યા પછી પોતે પોતાના ભાઇ અને મિત્રો સાથે ચાલીના નાકે ઉભો હતો , દરમ્યાન પ્રેમનગર , પરમેશ્વર નગરમાં રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ગોરુ ભાનુપ્રસાદ યાદવ તથા તેનો ભાઇ ત્યા આવતા અગાઉના ઝઘડાની અદાવતમાં તેઓ સાથે બોલાચાલી ઝઘડો થતા પોતે ભુપેન્દ્ર ઉર્ફે ગોરુ ને ધારિયાથી ઇજાઓ કરેલ . તેમજ પોતાના ભાઇને પણ ચપ્પુથી ઇજાઓ થયેલ . જેથી શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદો થયેલ છે . જે ગુન્હામાં પોતે હાજર થયેલ નહીં અને આજદિન સુધી નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ છે . સદરી ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી શહેરકોટડા પોલીસ સ્ટેશન ના નીચે મુજબના ગુન્હાની તપાસ ના કામે સોંપવા સારુ તજવીજ કરવામાં આવેલ .   
દાખલ થયેલ ગુન્હાની વિગત : શહેરકોટડા પો.સ્ટે . પાર્ટ- “ એ ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૧૨૧૨૭૦૨/૨૦૨૧ ઇપી ૩૨૬ , ૩૨૩,૨૯૪ ( ખ ) , ૧૧૪ , તથા જી.પી.એક્ટ ૧૩૫ ( ૧ ). 

આરોપીનો ગુનાહીત ઇતિહાસ : 

૧. અગાઉ સને -૨૦૧૨ થી ૨૦૧૫ સુધીમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ૮ કેસોમાં પકડાયેલ છે . ૨. નરોડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ૧ કેસમાં પકડાયેલ છે . ૩. સને -૨૦૧૨ માં જુનાગઢ જેલમાં પાસા અટકાયત તરીકે રહેલ છે . ૪. સને -૨૦૧૪ માં અમદાવાદ શહેર તથા રેન્જ માંથી એક વર્ષ માટે તડીપાર થયેલ છે .   

HBN TV NEWS 

આવાજ હિન્દુસ્તાન કી 

હર હંમેશ સત્ય ની સાથે 

ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *