વાવના ઢીમા ગામે ખેતરમાં નીલગાયોનું ટોળું આવતાં યુવકએ નીલગાયોનું ટોળું કાઢતાં તે બાજુના ખેતરમાં ગયું હતું. જેને લઇ ખેતર માલિકએ કેમ અમારા ખેતરમાં નીલગાયોનું ટોળું આવવા દીધું તેમ કહી યુવકને માથામાં કુહાડી મારી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે ઇજાગ્રસ્ત યુવકે બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. વાવના ઢીમામાં રહેતા સેંધાભાઇ ભેમાભાઇ પરમાર મનસુખભાઇ રણછોડભાઇ પંડ્યાનું ખેતર ભાગથી વાવેતર છે. ત્યારે સોમવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે નીલગાયોનું ટોળું ખેતરમાં આવ્યું હતું.
જેથી સેધાભાઇએ નીલગાયોનું ટોળું કાઢતાં તે ટોળું બાજુના કીશનભાઇ ગંગારામભાઇ પટેલના ખેતરમાં ગયું હતું. તેથી કીશનભાઇ આ નીલગાયોનું ટોળું કેમ આમ કાઢ્યું છે તેમ કહી સેંધાભાઇને અપશબ્દો બોલ્યા હતા અને પરિવારજનોએ પણ અપશબ્દો ઉચ્ચારતાં સેંધાભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં કિશનભાઇ ઉશ્કેરાઇ જઇ હાથમાંની કુહાડી માથામાં મારી હતી.
જેથી બુમાબુમ કરતાં આજુબાજુના ખેતરમાં રહેલા લોકોએ દોડી આવી સેંધાભાઇને વધુ મારમાંથી છોડાવ્યા હતા. તેમજ જતાં જતાં આજતો બચી ગયો પરંતુ એકલો મળીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત સેંધાભાઇને સારવાર અર્થે થરાદ ખાતે ખસેડાયા હતા. આ અંગે સેંધાભાઇએ કીશનભાઇ ગંગારામભાઇ પટેલ, સંતોકબેન ગંગારામભાઇ પટેલ અને કીશનભાઇના પત્નીની સામે ફરિયાદ નોંધાવી હતી.