ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુ.ર.નં. 111910112200021/2022 ધી ઇ.પી.કો. –૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) , ૩૪ મુજબનાં ગુનાનાં મુખ્ય આરોપીઓને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ 

Views 66

ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુ.ર.નં. 111910112200021/2022 ધી ઇ.પી.કો. –૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) , ૩૪ મુજબનાં ગુનાનાં મુખ્ય આરોપીઓને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ 

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમવીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબનાઓએ આર્થિક , છેતરપિંડી તથા વિશ્વાસઘાત સબંધી ગુનાના આરોપી શોધી કાઢવા સારૂં સુચના અને માર્ગદર્શન આપેલ . જે અનુસધાને આર્થિક ગુના નિવારણ શાખાનાં મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી.જે.પંડ્યા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ગામેતી નાઓએ પો.સબ.ઇન્સ.શ્રી પી.વી. વસાવા તથા સ્કોડના માણસોએ તપાસ દરમિયાન

( ૧ ) તળસીભાઇ પરસોતમદાસ પટેલ તથા

 ( ૨ ) રીતેશકુમાર ત્રીલોકકુમાર મહેતાને પકડેલ છે . ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ “ એ ” ગુ.૨.નં .111910112200021 / 2022 ધી ઇ.પી.કો. ૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) , ૩૪ મુજબનાં ગુનાનાં કામના ફરીયાદીશ્રી યુનુસભાઇ નુરમોહંમદ ખેડાવાલા ઉ.વ .૬૦ રહે .૧૫૫ , ગુડલક બેરલ માર્કેટ અક્સા મસ્જીદની સામે ચંડોળા તળાવ દાણીલીમડા અમદાવાદ શહેર નાઓની

ફરીયાદના કામે આરોપી

( ૧ ) તળસીભાઇ પરસોતમદાસ પટેલ રહેવાસી : – મહાદેવ વાસ મ.નં .૩૮૫ નિકોલ ગામ ઠકકરનગર રોડ અમદાવાદ શહેર

 ( ૨ ) રીતેષ ત્રિલોકકુમાર મહેતા રહે.એસ / ૧ એસ.એક. એપાર્ટમેન્ટ વસ્ત્રાપુર ક્રોસીંગ રોડ વેજલપુર અમદાવાદ શહેર

 ( ૩ ) હંસાબેન જીતેન્દ્ર દવે રહે.બી / ૩૨ વૃન્દાવન સોસાયટી વસ્તાપુર રેલ્વે સ્ટેશન સામે , વેજલપુર અમદાવાદ

( ૪ ) ધરતી તિજીલ રાવલ રહે.ફ્લેટ નં.ઇ / ૨૦૩ સંતુરગ્રેસ સ્વાગત ફ્લેમીંગો હોમ્સ પાસે ઉવાળસદ , ગાંધીનગર તથા

 ( ૫ ) રિધ્ધિ રિતેશ મહેતા રહે.આરોપી નં .૧ મુજબ તથા અન્ય મળતીયાઓએ અગાઉથી કાવતરું રચી એકબીજાની ગુનો કરવામાં મદદગારી કરી આરોપી નં .૧ ની માલિકીની દાણીલીમડા ખાતે સર્વે નં .૧૫૫ પૈકીની હિસ્સા નં .૧ ની આશરે ૧૮૧૯ સમ ચોરસ વારની ખુલ્લી જમીન નક્કી કર્યા મુજબની અવેજ આરોપી નં .૧ નાએ મેળવી સને -૧૯૮૫ માં નોટરાઇઝ વેચાણ કરાર તથા જનરલ પાવર ઓફ એટર્ની કરી વેચાણ આપેલ હોવા છતાં આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારું પોતે સદર મિલ્કત વેચાણ આપેલાનું જાણતા હોવા છતાં સહ આરોપીઓ સાથે મળી સદર જમીનનો દસ્તાવેજ થયેલ નથી તેનો ફાયદો ઉઠાવી નોંધણી રજીસ્ટરે પોતાનું નામ ચાલતુ હોવાનો ફાયદો મેળવી વેચાણ કરાર કે જનરલ પાવર ઓફ એટર્ની રદ કરાવ્યા વગર કે ફરીયાદીની મંજૂરી લીધા વગર ફરીયાદીને અંધારામાં રાખી સહ આરોપી રીતેષ ત્રિલોકચંદ મહેતા નાઓ સાથે મળી તા .૨૦ / ૦૭ / ૨૦૨૧ નાં રોજ રીતેષ મહેતાને વેચાણ આપતાં આ રીતેષ મહેતાએ તેઓનાં સગા સંબંધીઓના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લઇ આરોપી નં .૧ નાએ સદર મિલ્કત પેટે અવેજ રુપિયા ૧,૪૦,૦૦,૦૦૦ / – ( એક કરોડ ચાલીસ લાખ ) મેળવી ફરીયાદી તથા સાહેદો સાથે ઠગાઇ કરવાના ઇરાદે દસ્તાવેજ કરી આપી તે જમીન કે ફરીયાદી કે સાહેદો પાસેથી મેળવેલ અવેજનાં નાણાં પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે .

જે બાબતે નો ઉપરોક્ત ગુનો રજીસ્ટ્રર થયેલ છે . જે કામે આરોપી તળસીભાઇ પરસોતમદાસ પટેલ તથા ( ૨ ) રીતેશકુમાર ત્રીલોકકુમાર મહેતા નાઓને પો.સ.ઇ.શ્રી પી.વી.વસાવા તથા સ્ટાફનાં માણસોએ ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સથી માહીતી મેળવી પકડી પાડી અટક કરેલ છે .

HBN  TV NEWS 

આવાજ હિન્દુસ્તાન કી

ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી , મહંમદ હુસેન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *