ડીસામાં લગ્નની લાલચે 16 વર્ષીય સગીરાને રાજસ્થાની યુવક ભગાડી ગયોની શંકા; ભીલડી પોલીસે તપાસ હાથ ધરી

Views 108

ડીસા તાલુકાના ડેડોલ ગામની 16 વર્ષીય સગીરાને લગ્ન કરવાના ઇરાદે એક યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સગીરાના પરિવારજનોએ યુવક સામે પોક્સો એક્ટ મુજબ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલા ડેડોલ ગામે 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચે એક યુવક ભગાડી ગયો છે. ભીલડી પંથકમાં ભાગીયા તરીકે ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરી ગુજરાન ચલાવતા પરિવારની મોભી 16 વર્ષીય સગીરા રોજ રાત્રિના નવેક વાગ્યે જમી પરવારી ખેતરમાં આવેલા મકાનની બાજુના ઢાળીયામાં સુઈ ગઇ હતી. જ્યારે રાત્રિના સગીરાના પિતા ખેતરમાં આંટોફેરો ખેતરમાં મારવા નીકળ્યા ત્યારે ઢાળીયામાં સગીરા દેખાઈ ન હતી. જેથી પરિવારજનોએ આજૂબાજૂના ખેતરમાં શોધખોળ હાથ ધરતા કોઈજ ભાળ મળી નહીં.

ત્યારબાદ રાજસ્થાનના સાંચોરનો એક યુવક સગીરા સાથે સંબંધ રાખવા માંગતો હતો જેથી દીકરીને લગ્ન કરવાના ઇરાદે યુવક લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની શંકા જતા સગીરાના પરિવારજનો ભીલડી પોલીસ મથકે પહોંચ્યા હતા અને યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સગીરાની શોધખોળ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *