ડીસામાં કારમાં દારૂની હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે દારૂ ભરેલી ઇનોવા કાર સહિત 3.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ફરાર વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસને જોઈ દારૂ ભરેલી કાર ભગાવી હતી
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ દારૂ, જુગાર અને મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતી. ત્યારે ડીસાથી પાલનપુર જતા બ્રિજના છેડે એક શંકાસ્પદ ઇનોવા કાર જણાતા પોલીસે તે કારને રોકાવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેના ચાલકે કાર ભગાવી હતી. જોકે પોલીસે પણ ખાનગી વાહનમાં બેસી તેનો પીછો કર્યો હતો. ત્યારે ઇનોવા કારનો ચાલક બ્રિજથી થોડા આગળ ઇન્ડિયન ઓઇલના પમ્પ પાસે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે દારૂ સહિત રૂ. 3.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
એલસીબીની ટીમ પીછો કરતી ઇનોવા કાર પાસે પહોંચી હતી અને પંચોની રૂબરૂમાં ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 527 બોટલ મળી આવી હતી. જેથી એલસીબીની ટીમે દારૂ અને ઇનોવા કાર સહિત કુલ 3.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબેજ કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.