ડીસાના ભીલડી ગામે ઘર ચલાવવા બાબતે ઠપકો આપતા પુત્ર પિતા પર ટોમી લઈ તુટી પડ્યો, ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા

Views 124

ડીસા તાલુકાના ધરપડા ગામે પુત્રએ પિતા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘર ચલાવવા બાબતે ઠપકો આપતા એકદમ ઉશ્કેરાઇ ગયેલા પુત્રએ પિતાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

ડીસા તાલુકાના ધરપડા ગામે પુત્રએ પિતાને માર માર્યો હોવાની ફરિયાદ થઈ છે. જેમાં ભીલડી ગામે સોરાપજી ઠાકોર જેઓ ગામની સસ્તા અનાજની દુકાનમાં નોકરી કરે છે. જેઓ સસ્તા અનાજની દુકાન પરથી કામ પુર્ણ કરીને ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોટા દિકરાના ઘર આગળથી નીકળતાં પિતાએ પોતાના મોટા દિકરાને ઘર ચલાવવા બાબતે ઠપકો આપતા મોટો પુત્ર કેશાજી ઠાકોર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને પિતા પર ટોમી વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

પુત્રના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા પિતાએ બૂમાબૂમ કરતા તેમના નાના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર દોડી આવી તેમને છોડાવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત પિતાને નાના પુત્ર સહિત તેના પરિવારજનો ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા અને સારવાર લીધા બાદ ઇજાગ્રસ્ત પિતાએ હુમલો કરનારા મોટા પુત્ર કેશાજી ઠાકોર સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *