ટ્રકનું ટાયર બદલતા સમયે પાછળથી ટ્રક અથડાતાં ચાલક-ક્લીનરનાં મોત 

Views 110

સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોળિયા ગામ પાસે ગમખ્વાર અકસ્માત

બન્ને મૃતકો રાજસ્થાનના : ત્રણ કલાકની જહેમતે મૃતદેહ બહાર કઢાયો


સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર જામનગરથી કર્ણાટક જતી ટ્રકનું ટાયર ફાટતા તેને બદલાવવા સમયે પાછળથી એક ટ્રક ભટકાતા ટાયર બદલી રહેલ જોધપુરના રામાકીશન તેજારામ બીશ્નોઇ પર બંધ ટ્રકનું વ્હીલ ફ્રી વળતા ચગદાઇ જતા મોત નીપજ્યું હતું.  પાછળથી ટક્કરને કારણે તેનો કેબીનનો ભાગ છુંદાઇ જતા તેનો ચાલક ટ્રકમાં ફ્સાઇ ગયો હતો.
સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પાછળની ટ્રકમાં ફ્સાયેલ ચાલક પ્રકાશ બલવીર બલાઇ જી.સીકર વાળાને કેબીનમાંથી બહાર કાઢવા માટે ક્રેઇન બોલાવીને ત્રણ કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કઢાયો હતો.
અકસ્માતની સુત્રો પાસેથી જાણવા મળતી માહીતી મુજબ બન્ને ટ્રક તેમજ ચાલકો રાજસ્થાનના હોવાની વિગતો બહાર આવી હતી.સાયલા પોલીસે ઇજાગ્રસ્ત ક્લીનર શ્રાીરામની ફ્રીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *