જૂતા ચમકાવવા કે સ્કીનના ડાઘ દૂર કરવા હોય, આ છાલ કરશે મદદ 

Views 143

કેળાની છાલના છે અનેક ઉપયોગ

શરદી ઉધરસથી લઈને સ્કીન કેરમાં કરે છે મદદ

આંખ અને દાંતની સમસ્યામાં કરે છે મદદ

  • જો તમને શરદી કે ઉધરસની તકલીફ છે તો કેળાની છાલને 4 ભાગમાં વહેંચી લો. ગેસ પર તવો મૂકીને તેની પર છાલને ગરમ કરી લો. સ્કીન પર મૂકી શકાય તેટલું ગરમ કરો અને પછી તેને એક સુતરાઉ તપડામાં લપેટી લો. હવે તેને ગળા પર રાખો. તમને રાહત મળશે.

 

શિયાળાના કારણે પગમાં જો દુઃખાવો રહે છે તો તમે કેળાની ફેંકી દેવાની છાલની મદદ લઈ શકો છો. કેળાની છાલને ગરમ કરો અને સાથે તેને કપડામાં ફોલ્ડ કરીને જે જગ્યાએ દુઃખાવો થાય છે ત્યાં બાંધવાથી રાહત મળશે.
ચામડાના શૂઝ ચંપલની ચમક પાછી લાવવી હોય તો તમે તમે કેળાની છાલનો સફેદ ભાગ યૂઝ કરી શકો છો. તેનાથી તમારા શૂઝ નવા જેવા ચમકી જશે.

સ્કીન પરના ડાઘા દૂર કરવા માટે પણ કેળાની છાલને ઉપયોગી છે. આ માટે, કેળાની છાલ પર અડધી ચમચી મધ અને એક ચપટી હળદર ઉમેરીને તેને સ્કીન પર ઘસી લો.
આંખનો થાક અને સોજા દૂર કરવા માટે કેળાની છાલને કાકડીના ટુકડાની જેમ યૂઝ કરી શકાય છે. તેનો ઉપયોગ કરતા પહેલા કેળાની છાલને થોડા સમય માટે ફ્રિજમાં રાખો. પછી તેને આંખ પર થોડી વાર રહેવા દો. સોજા ગાયબ થશે અને રાહત મળશે.
જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો પણ તમને આ કેળાની છાલ મદદ કરી શકે છે. તમે એક ગ્લાસ પાણીમાં કેળાની છાલ રાખીને પાણી ગરમ કરી લો અને તેને રોજ પીઓ. રાહત મળશે.
જો તમને પીળા દાંતની સમસ્યા છે તો તમે તેની પર કેળાની છાલનો સફેદ ભાગ ઘસો. તમને જલ્દી પરિણામ જોવા મળશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *