ચોરીના 4 ટુ વ્હિલર વાહનો કિ.રૂ.૨,૮૫,૦૦૦/-ની મત્તા સાથે એક ઇસમને પકડી વાહન ચોરીના ૦૫ ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ.

Views 56

 અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલિક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ચોરીના ગુન્હાઓ તથા અન્ય મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે સુચના કરેલ. જે અનુંસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી ડી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી બી.આર.ક્રિશ્ચિયન તથા અન્ય સ્ક્વોર્ડના માણસો સાથે વાહન ચોરી તથા અન્ય મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન સ્ક્વોર્ડના હે.કો.સંજયકુમાર ઘાસીરામ તથા પો.કો. દિનેશકુમાર સાગરભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નરોડા, કૃષ્ણનગર, વિજયપાર્ક ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પાસેથી આરોપી કિરીટભાઇ ઉર્ફે કિટ્ટો નાગરદાસ પંચાલ, રહે. કૈલાશ એપાર્ટમેન્ટ, ગેલેક્ષી રોડ, નરોડા, અમદાવાદને ચોરીના નંબર વગરના રોયલ એનફિલ્ડ બુલેટ કિં.રૂ.૯૦,૦૦૦/- ની મત્તાના સાથે તા.૧૪/૧૨/૨૧ ના રોજ મળી આવતા સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.ઉપરોક્ત ઇસમની પુછપરછ કરતાં આરોપીએ પોતે તથા તેના મિત્ર મુક્કદશહુશેન અનવરહુશેન શેખ, રહે. શક્તિ સોસાયટી, અલ ફારૂક સ્કુલ પાછળ, દાણીલીમડા, અમદાવાદ શહેર નાએ ભેગા મળી ઉપરોક્ત બુલેટ-૦૧ તેમજ અન્ય બુલેટ-૦૧, અપાચે મો.સા.-૦૧, એક્ટીવા ૬જી-૦૧, ટી.વી.એસ. એક્સેસ-૦૧ તથા જ્યુપીટર-૦૧ મળી કુલ-૦૬ વાહનો અમદાવાદ શહેર, મહેમદાબાદ તથા ગાંધીનગર ઇન્ફોસીટી ખાતેથી ચોરીઓ કરેલ હોવાની વિગત જણાવેલ છે. ગુન્હો કરવાની મોડસ ઓપરેન્ડીંગ: પકડાયેલ આરોપી તથા તેનો મિત્ર મુક્કદશહુશેન અનવરહુશેન શેખનાઓ દ્વારા અમદાવાદ શહેર, મહેમદાબાદ તથા ગાંધીનગર ઇન્ફોસીટી વિસ્તારમાંથી રાત્રીના બે અઢી વાગ્યાના સમયે ટુ વ્હિલર વાહનોના લોક તોડી તે વાહનને ધક્કો મારી લઇ જઇ પોતાના ઘરે મુકી રાખતા હતાં. અટક કરેલ આરોપી કિરીટ પંચાલ પાસેથી બુલેટ-૦૧ તથા તેના ઘરેથી બુલેટ-૦૧, એક્ટીવા-૦૧ તથા અપાચે મો.સા.-૦૧ મળી કુલ-૦૪ ટુ વ્હિલર કિ.રૂ.૨,૮૫,૦૦૦/- ની મત્તાના કબ્જે કરવામાં આવેલ છે. ઉપરોક્ત ઇસમે ચોરી કરેલ ટુ વ્હિલર વાહનો અંગે દાખલ થયેલ ગુન્હાઓ બાબતે તપાસ કરતા નીચે જણાવેલ પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.ચોરી કરેલ ટુ વ્હિલર વાહનો અંગે નોંધાયેલ ગુન્હાઓ તથા ચોરી કરેલ જગ્યાઓ:(૧) ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૧૧૨૧૦૩૪૮/૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.(૨) એરપોર્ટ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૬૨૧૧૦૯૫/૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.(૩) ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૧૨૧૧૮૨૭/૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.(૪) બાપુનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૭૨૧૨૨૨૮/૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.(૫) સદરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૦૨૧૩૫૩૧/૨૧ ઇપીકો કલમ ૩૭૯ મુજબ.(૬) મેહમદાબાદ, ભમ્મરીયા કુવા પાસે જોગણી માતાના મંદિરની ડાબી બાજુમાંથી.ઉપરોક્ત ઇસમને એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપીનો પૂર્વ ઇતિહાસ :(૧) બાપુનગર પો.સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૬૪/૨૦૦૦ ઇપીકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ.(૨) સને-૨૦૦૦ માં બાપુનગરના ઉપરોક્ત મિલ્કત સબંધી ગુન્હાઓના કામે પોરબંદર જેલ ખાતે પાસા અટકાયત કરવામાં આવેલ છે. (૩) આણંદ, વાસદ પો.સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૦૮૭/૧૭ જુગાર ધારા ૪, ૫ મુજબ. (૪) કૃષ્ણનગર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૩૨૯/૧૮ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૪૨૭, ૧૧૪ મુજબ. (૫) નરોડા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૫૨૧૦૨૦૧/૨૧ જુગાર ધારા ૧૨(એ) મુજબ.
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *