ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામની એક મહિલા ખેતરમાં ચાર લેવા ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. જ્યાં કેનાલ પાસેના એક ખેતરના શેઢા ઉપરથી લાશ મળતાં મહિલાના પતિએ પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે રહેતી એક મહિલા 13 જાન્યુઆરી 2023 ના રોજ ખેતરમાં ચાર લેવા માટે ઘરેથી નીકળી હતી. ત્યાંથી મોડે સુધી ઘરે પરત નહી આવતા ઘરના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી. અને આ મહિલા કંબોઈના આંબલીયા આટાવાળા માઇનોર કેનાલ નજીક ખેતરના શેઢે પટેલવસંતભાઈ પસાભાઈના ખેતરમાં આવેલ ઝટકા મશીન તાર પાસે મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે મૃતક મહિલા સુવર્ણાકા દેવીદાસ સેના પતિ અજીતજી સોમાજી ઠાકોરે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે.