ગોધરાના આરોપીનું મોત : જેલમાં ભોગવી રહ્યો હતો સજા

Views 153

પોલીસે પીએમ કરી ડેડબોડી તેના સગાઓને સોપી

22 તારીખથી એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો.

ગોધરા કાંડના આરોપી હાજી બિલાલનું મોત થયું છે. જે છેલ્લા ચાર વર્ષથી બિમાર હતો. હાજી બિલાલને ગોધરા કાંડના ગુનામાં પહેલા ફાંસીની સજા થઈ હતી. ત્યારબાદ આજીવન કેદમાં સજા પરિવર્તિત થઈ હતી.
પોલીસે પીએમ કરી ડેડબોડી તેના સગાઓને સોપી
ઉલ્લેખનિય છે કે હાજી બિલાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં આ સજા ભોગવી રહ્યો હતો. તથા 22 તારીખથી એસએસજી હોસ્પિટલમાં દાખલ હતો. જેમાં ઓક્સિજન પર રહેલા હાજી બિલાલનું અવસાન થયુ છે. તેમાં પોલીસે પીએમ કરી ડેડબોડી તેના સગાઓને સોપી છે.
જાણો શું હતી ઘટના :
ગોધરા રેલવે સ્ટેશન ખાતે 27મી ફેબ્રુઆરી 2૦૦2ના રોજ સાબરમતી ટ્રેનના કોચને હુમલાખોર ટોળાએ આગ લગાડી દેતા 59 વ્યકિતઓનાં મોત નિપજયા હતા. જયારે 48 વ્યકિઓને ઇજા થઇ હતી. આ બનાવમાં ઝડપાયેલા 94 આરોપીઓ પર ટ્રાયલ ચાલી ગઇ હતી. જેમાં 11 આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી હતી. જયારે 20 આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જયારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામા આવ્યા હતા. આ જજમેન્ટની વિરૃધ્ધમાં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી.
ગુજરાત હાઇકોર્ટે 9મી ઓકટોબર 2017ના રોજ ચુકાદો આપ્યો હતો. જેમાં 11 ફાંસીની સજા પામેલા આરોપીઓની સજા આજીવન કેદમાં તબદીલ કરી હતી. જયારે 20 આરોપીઓની આજીવન કેદની સજા માન્ય રાખી હતી. જયારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો નીચલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *