ગુજરાતમાં ઓમિક્રોન કેસ અંગે મનોવૈજ્ઞાનિકોના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

Views 147

ગુજરાતમાં પણ નવા પ્રકારના કેસ નોંધાઈ રહ્યા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક ભવનનો સર્વે
60.80 ટકા લોકો ઓમિક્રોન વાયરસથી ડરે છે

જીવલેણ કોરોના વાઇરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ નવા વેરિએન્ટના કેસ નોંધાવા લાગ્યાં છે. જેના પગલે સરકાર સહિત સમગ્ર આરોગ્ય તંત્ર દ્વારા આવશ્યક પગલા લેવાઈ રહ્યાં છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક ભવનનો સર્વે સામે આવ્યો છે.

ઓમિક્રોન વાઇરસની અસર ગંભીર થશે
ઓમિક્રોન વેરિયન્ટની લોક માનસ પર અસર જાણવા મનોવૈજ્ઞાનિક ભવનને સર્વે કર્યો છે. જેમાં 60.80 ટકા લોકો ઓમિક્રોન વાઇરસથી ભય અનુભવે છે. તથા 51 ટકા લોકોએ કહ્યું કાળજી નહિ રાખીએ તો ડેલ્ટા કરતા પણ વધુ ઝડપથી ફેલાશે. તેમજ 70 ટકાથી વધુ લોકો એવું માને છે કે ઓમિક્રોન વાઇરસની અસર ગંભીર થશે.
ઘાતક ઓમિક્રોન વેરિએન્ટે સ્થિતિ વધારે ખરાબ બનાવી
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં હોસ્પિટલથી લઈને બજારો અને મેદાનોમાં લોકો કોરોનાથી બેખૌફ થઈને ફરતા જોવા મળી રહ્યાં છે. તેમની આજ બેદરકારી ક્યાંક કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ના આપી બેશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આશંકા તો પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે નવા ઘાતક ઓમિક્રોન વેરિએન્ટે સ્થિતિ વધારે ખરાબ બનાવી દીધી છે.

બેદરકારી કોરોના સંક્રમણનો ખતરો
ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક કેસ નોંધાયો છે, પરંતુ હવે નવા કેસો નહીં સામે આવે, તે કહીં શકાય તેમ નથી. હોસ્પિટલો, બજારો અને રમત-ગમતના મેદાનોમાં લોકોની બેદરકારી કોરોના સંક્રમણનો ખતરો વધારી રહી છે.
ક્રિકેટના મેદાનમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જો કે રાજ્યમાં હજુ પણ બેદરકારી દાખવી રહ્યાં છે. તેમની આ બેદરકારીની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. શહેરમાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. આટલું જ નહીં, અહીં મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ગાઈડલાઈન્સના સરેઆમ ધજાગરા ઉડી રહ્યાં હતા. એવામાં પાલિકા તંત્ર અને પોલીસ દ્વારા ભીડ થતી અટકાવવા સાથે લોકોને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરાવવું જરૂરી થઈ પડ્યું છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *