ખેરાલું-રાધનપુર અને થરાદ વિધાનસભા મતવિસ્તારના શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા જાહેર કરાઇ

Views 70

HBN TV NEWS

મહેસાણા 
  આગામી ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ખેરાલું,રાધનપુર અને થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી 
યોજાનાર છે.આ દિવસે  મતવિસ્તારના શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 
સવેતન રજા જાહેર કરાઇ છે.કારખાના ધારા ૧૯૪૮ હેઠળ નોંધાયેલા ઔધોગિક એકમો (કારખાનામાં 
કામ કરતા શ્રમયોગી તેમજ ધી બિલ઼્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોમેન્ટ 
એન્ડ કન્ડીશન ઓફ સર્વિસ) એક્ટ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા-સાઇટ પર રજા આપવાની 
રહેશે 
  જોગવાઇ અનુંસાર પગાર કપાત કરવાનો રહેશે નહિ.આ ઉપરાંત મતદારની ગેરહાજરીથી જોખમ 
ઉભું થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તેને કારણે રોજગારમાં 
મોટા પ્રમાણમાં નુંકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ 
કરતા શ્રમયોગીઓ-કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકારી ભોગવી શકે તે માટે તેમની ફરજના 
સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સવેતન રજા 
આપવાની રહેશે.કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇ વિરૂધ્ધનું વર્તન કરશે તો તે 
લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ ની કલમ ૧૩૫ બી મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે તેમ 
ઔધોગિક સલામતી અને સ્વાસ્થય મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે. 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *