ખેડબ્રહ્મા: ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી ગઢડા શામળાજી ગામની મુલાકાતે.

Views 61

ખેડબ્રહ્મા: ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી ગઢડા શામળાજી ગામની મુલાકાતે.

        ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી દિલીપજી ઠાકોર સાહેબ, ગુજરાત રાજ્યના સંસદ રમીલાબેન બારા આજે ગઢડા શામળાજી ગ્રામ પંચાયત ની સરપ્રાઈઝ મુલાકાતે આવ્યા હતા.
પ્રથમ શામળીયા ભગવાનના દર્શન કરી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી.
માનનીય મંત્રીશ્રી દિલીપજી ઠાકોર અને સાંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા નું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગઢડા શામળાજી યુવા સરપંચ શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા ગઢડા શામળાજી ગ્રામ પંચાયતને ગુજરાતની શ્રેષ્ઠ પંચાયત બનાવવાની નેમ સાથે મંત્રી શ્રી ને ધ્યાન દોર્યું હતું.
ગામને હરિયાળું બનાવવા ગામની ફરતે પંચાયત ની આજુબાજુ દસ હજારથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે.
જે વૃક્ષારોપણ મંત્રીશ્રી દિલીપજી ઠાકોરે નિહાળ્યું હતું.
સરકારશ્રી તરફથી મળતા તમામ લાભો ગ્રામજનો સુધી પહોંચાડવા સરપંચશ્રી ગ્રામજનોને સમજાવી લોકોને લાભો અપાવે છે
સાથે આજે ભારતની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અને સાબરકાંઠા નું ગૌરવ એવી દરામલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હેતલબેન દેસાઈ અને અંકુરભાઈ દેસાઈએ પણ મુલાકાત કરી ગામના આગેવાનો અને સખી મંડળની બહેનો સાથે સ્વરોજગાર અને આત્મનિર્ભર થવા માટે બેઠક યોજવામાં આવી હતી.
રાજ્યસભાના સાંસદ એવા રમીલાબેન બારા એ ગઢડા ,ગુંદેલ અને ઊંચી ધનાલ ગામના તળાવ ભરવાના કામો યુદ્ધના ધોરણે સરકારશ્રીમાંથી મંજૂર કરાવી તળાવ ભરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે ભાજપના ખેડબ્રહ્મા તાલુકાના હોદ્દેદારો અને ગ્રામજનો માસ્ક પહેરીને સોશિયલ distance સાથે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સર ગઢડા શામળાજી સરપંચ શ્રી ઉપસ્થિત સર્વે મહાનુભાવો નો ગઢડા ગ્રામ પંચાયતની મુલાકાત લેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *