NSUI ના નવા જૂથે હાર્દિક પટેલના કારણે જૂના જૂથને ટાળવાનું શરૂ કર્યું
NSUIના કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પહોંચ્યા
NSUI ના વિદ્યાર્થી અધિકારી સંમેલન કાર્યક્રમમાં હાર્દિક પટેલ પણ હાજર
કોંગ્રેસમાં સળગતો જૂથવાદ અવારનવાર સામે આવી રહ્યો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI પણ કેટલાક સમયથી વિવાદમાં છે. NSUI ના રાષ્ટ્રીય પ્રમુખ આજે અમદાવાદ આવવાના છે અને એક કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે NSUI ના એક જૂથને કાર્યક્રમ અંગે જાણ જ કરવામાં આવી નથી અને NSUI ના પ્રમુખને પણ મોડી રાતે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી નારાજ જૂથે કાર્યક્રમમાં હાજર નહી રહેવા જણાવ્યું છે. નારાજ જૂથના આગેવાનોએ કહ્યું હતું કે હાર્દિક પટેલના જૂથે જૂના જૂથને આમંત્રણ ના આપ્યું જેથી અનેક આગેવાનો ગેરહાજર રહ્યાં છે. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતાં.
આજે વિદ્યાર્થી અધિકાર સંમેલનનો કાર્યક્રમ છે
NSUI ના રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદનની હાજરીમાં આજે લૉ ગાર્ડન ખાતે વિદ્યાર્થી અધિકાર સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં NSUIના આગેવાન ઉપરાંત વિદ્યાર્થીઓને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ NSUIના ગુજરાત યુનિવર્સિટીના વેલ્ફર મેમ્બર,સેનેટ મેમ્બર,કોલેજના પ્રમુખ સહિત એક જૂથને નજરઅંદાજ કરીને કાર્યક્રમમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છેNSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે
NSUI ના આગેવાને જણાવ્યું હતું કે NSUIમાં 2 જૂથ ચાલી રહ્યા છે. જેમાં જૂથને સાઈડ લાઈન કરીને નવું જૂથ આગળ વધી રહ્યું છે. કેટલાય સમયથી ચાલી રહેલ આ વિવાદ બાદ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદન આવી રહ્યાં છે અને તેમનો કાર્યક્રમ પણ યોજાવવાનો છે પરંતુ અમને આમંત્રણ જ આપવામાં આવ્યું નથી. અમને બીજા દ્વારા જાણવા મળ્યું હતું કે કાર્યક્રમ થઈ રહ્યો છે. જેથી અમે કાર્યક્રમમાં હાજર પણ રહેવાના નથી.NSUI ના ગુજરાતના પ્રમુખ મહિપાલ સિંહ ગઢવીને પણ ગઈકાલે રાતે જ કાર્યક્રમ તૈયાર થઈ ગયા બાદ જાણ કરવામાં આવી છે.હાર્દિક પટેલના કારણે વિવાદ જાગ્યો
કોંગ્રેસ પણ કે પ્રકારે જૂથવાદ ચાલી રહ્યો છે જે પ્રકારનો જ જૂથવાદ NSUI માં પણ ચાલી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક પટેલ આવ્યા બાદ NSUI ના નવા જૂથે હાર્દિક પટેલના કારણે જૂના જૂથને ટાળવાનું શરૂ કર્યું છે..અગાઉ પણ આ પ્રકારે નાના મોટા કાર્યક્રમમાં જૂથ પાડીને કેટલાક આગેવાનોને અળગા રાખ્યા હતાHBN TV NEWS
કોંગ્રેસમાં જૂથવાદ:NSUI ના રાષ્ટ્રીય પ્રમુખના કાર્યક્રમમાં હાર્દિક પટેલના જૂથે જૂના જૂથને આમંત્રણ નહીં આપતા અનેક આગેવાનો ગેરહાજર
Views 131