કાલોલ ધારાસભ્યના હસ્તે ૮૬૪ લાખના ૧૧ જેટલા રસ્તાના કામો નું ખાત મુહુર્ત કરવામા આવ્યુ.

Views 77

કાલોલ વિધાનસભા મતવિસ્તારના જુદા જુદા ૯ ગામો ના કાચા રસ્તામાંથી પાકા રસ્તા બનાવવાનુ ,૧ બોક્ષ કલ્વર્ટનું કામ ,૧ વાયડનીગ નું કામ એમ કુલ મળી ૧૧ જેટલા કામોનુ બુધવારે સવાર થી સાંજ સુધીમા ધારાસભ્ય સુમનબેન ચૌહાણ ના હસ્તે વિધિવત રીતે ખાત મુહુર્ત કરવામા આવ્યુ હતુ.

આ તમામ રસ્તાની કુલ લંબાઈ ૧૮.૪૦ કી.મી ની છે જેનો કુલ ખર્ચ રૂ ૮૬૪ લાખ નો થનાર છે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના જુદા જુદા વિસ્તારમાં થી ચૂંટાયેલા સભ્યો ભાજપના અગ્રણીઓ ,હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં નવીન રસ્તા નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
જેમા પીંગળી, પીંગળી થી કુવેચ નદી, કાલોલ થી બોરુબાકરોલ, બોડીદ્રા ,રતનપુરા, જાખરીપુરા, બેઢિયા સુરેલી, અડાદરા, કરોલી , સાલિયાવ ,એરાલ જેવા ગામોમાં નવા રસ્તાઓનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *