ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ વધ્યા છે. ઉડીને આંખે વળગે તેવો ભ્રષ્ટાચાર, સરકારી નાણાંની ગેરરીતિઓ જોવા અને જાણવા મળે છે.
નાગરિકો દ્વારા તપાસ માટે, ન્યાય માટે જવાબદાર અધિકારીઓને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવામાં આવે છે છતાં માનો કે અધિકારીઓ પોતેજ ભ્રષ્ટાચારમા લિપ્ત હોય અથવા ભ્રષ્ટાચારીઓને બચાવવાની જવાબદારી લીધી હોય તેવી રીતે વર્તન કરતાં હોય તેવું લાગી રહ્યું છે.
કાનપુર ગામના નાગરિક દિનેશ બારીઆ દ્રારા જૂન મહિનામાં આરટીઆઈ હેઠળ વિકાસ લક્ષી કરવામાં આવેલા કામો બાબતે માહિતી મેળવવા ગ્રામ પંચાયત કચેરી પાસે અરજી કરવામાં આવી હતી.
એક મહિનો થવા છતાં માહિતી ન મળતાં પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબાને કરવામાં આવી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી બે મુદતમાં પણ કાનપુર ગ્રામ પંચાયતના તલાટી દ્રારા પુરી માહિતી આપવામાં ન આવતા અરજદારે તા; ૧/૯/૨૦૨૧ ના રોજ બીજી અપીલ જિલ્લા વિકાસ અધિકારી ગોધરાને કરવામાં આવી છે.
આજે મહિના જેટલો સમય પુરો થવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સ્વાભાવિક સવાલ અને સંકા થાય કે શા માટે આવી તપાસ અરજીઓ પર ધ્યાન નથી અપાતુ ? શું જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચારને જાણે છે! શું ભ્રષ્ટાચારીઓને બચાવવાની જવાબદારી લીધી છે! આવા સહજ સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બને છે.
કાનપુર ગ્રામ પંચાયત દ્વારા મળેલી અધુરી માહિતી આધારિત આંકડા પ્રમાણે લગભગ ૧ કરોડ ૧૫ લાખ રૂપિયા ફક્ત સીસી રોડ, દસેક હેન્ડપંપ, ના મટીરીયલ્સ પાછળ વપરાયા છે એ આંકડા બતાવી રહ્યા છે. સીસી રોડ બનાવવાની મજુરી ખર્ચ ની માહિતી આપવામાં આવી નથી. લગભગ ૩૩૫ જેટલાં શૌચાલયો પાછળ ૪૦ લાખ ઉપરનો ખર્ચનો આંકડો બતાવે છે.
ગામમાં ૯૮૫ જેટલા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યાના આંકડાઓ છે.આવાસ યોજના, કેટલ શેડ, શૌચાલયના લાભાર્થીઓની યાદી / માહિતી આપવામાં આવી નથી.
ભ્રષ્ટાચાર ઉડીને આંખે દેખાય છે કે, ગામમાં સીસી રોડ ના ક્યાંય ઠેકાણા નથી, હેન્ડપંપ, શૌચાલય, કેટલ શેડ આંકડા પ્રમાણે બન્યા નથી. ગામમાં તપાસ કરવામાં આવે તો માંડ ૨૦૦ જેટલા આવાસ ગણતરીમા દેખાય.
શંકા અને સવાલ તો ત્યાં પણ થાય છે કે, સીસી રોડ માટેનુ મટીરીયલ્સ માત્ર ગણતરીના બે ત્રણ વેપારીઓ પાસેથી જ ખરીદવામાં આવ્યું છે.
કેટલાક બોર મોટર પીવાના પાણી ના નામે ખેતરોમાં કરવામાં આવ્યા હોવાનું તપાસમાં આવે તેમ છે.પ્રધાન મંત્રી આવાસ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ બહાર આવે તેમ છે.
અડધાથી વધુ આવાસ પેપર પર બનેલા જાણવા મળે છે તો કેટલાક સાચા લાભાર્થીઓના નામ પર મળતીઆેને આપવામાં આવ્યા હોય એવું સ્પષ્ટ દેખાઇ છે. ગામમાં સામૂહિક શૌચાલય આંગણવાડી પાસે પેવર બ્લોક, ઘણા સીસી રોડ ફક્ત પેપર પર જ બનેલા છે.
એનઆરજી હેઠળ જોબ કાર્ડ ધારકોને ચૂકવાતી મજુરી બે ત્રણ વચેટીયાઓ દ્રારા લોકોને બેંક ઉપર બોલાવી સહી, અંગુઠા કરાવી નાણાં ઉપાડી સો બસોનો વ્યવહાર કરી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરવામાં કાયમ કામગીરી કરતા દેખાય છે.
આવી તપાસ માટે, લોકોના ન્યાય, અધિકાર અને હક્ક મેળવવા માટે અને ભ્રષ્ટાચારની તપાસ માટે, ભ્રષ્ટાચારીઓને સજા કરવા માટે ન્યાયિક અધિકાર મુજબ કોઇક નાગરિક દ્વારા અરજી કરવામાં આવે તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા અરજી પર તાત્કાલિક તપાસ કરવાના બદલે મહિનાઓ સુધી તપાસ ના થાય અને સમય પસાર કરવામાં આવે તેવું સ્પષ્ટ દેખાય અને સાબિત થાય ત્યારે અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમા સામેલ હોય એવું લાગે છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર પંચમહાલ
કાનપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, સીસી રોડ, કેટલ સેડ સહિતના કામોમાં કરોડોના ભ્રષ્ટાચાર
Views 139