*સાબરકાંઠા…*
ઇડર વડાલી નાં ધારાસભ્ય હિતુ કનોડિયા નાં પિતા નરેશ કનોડિયા અને મોટાબાપા મહેશ કનોડિયા સંગીત ના સુર અને તાલ ની જેમ જોડાયેલ કનોડીયા બેલડી ને રાષ્ટ્રપ્રતિ નાં વરદ્ હસ્તે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરાતા ચાહકો માં ખુશી ની લાગણી પ્રસરી…
ફિલ્મી જગત ના મેઘા મિલેનિયમ અને ફિલ્મી જગત ના સુપર સ્ટાર પાટણ નજીક ના કનોડા ગામના મહેશ નરેશ ભારે સંઘર્ષ પછી લોકપ્રિયતા ની ચરમ સીમા એ પહોચ્યા તેમણે જે કાઈ મેળવ્યું તે સંઘર્ષ થકી જ મેળવ્યું સંગીતકાર,નિર્માત ,અભિનેતા, સ્ટેજ આર્ટીસ્ટ અને જાહેર જીવનમાં સંસદ સભ્ય, ધારાસભ્ય રહી ચુકેલા આ ભાઈઓ એ ગુજરાત અને કળા જગતને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું ગુજરાત ના કળા ક્ષેત્રમાં એક સાથે બે ભાઈ ને પદ્મ શ્રી મળ્યો હોય તેવો આ પ્રથમ બનવા છે અને વણકર સમાજ માં પદ્મશ્રી મળ્યો હોય તેવો પણ આ પ્રથમ બનવા છે જીવનમાં અનેક નવા કીર્તીમાનો સ્થાપિત કરનારા મહેશ નરેશ આ કીર્તિમાન પણ પોતાના નામે કરી ગયા ઘણા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ આ એવોર્ડ આવ્યો છે જે ફિલ્મ જગત માટે પણ અત્યંત ગોરવ અને આનદ નો વિષય છે ત્યારે ઇડર વડાલી ધારાસભ્ય નાં પિતા અને મોટા બાપા ને પદ્મશ્રી એવોર્ડ મળતાં લોકો એ ચારે તરફ થી ખુશી વ્યક્ત કરી કનોડીયા બેલડી ને યાદ કરી હતી…
*રિપોર્ટર. મયુર ઉપાધ્યાય*
કનોડીયા બેલડીને રાષ્ટ્રપ્રતિ નાં વરદ્હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાતા ચાહકોમાં ખુશીની લાગણી
Views 116