ઊંઘતું તંત્ર, બરબાદ થતું 'ભવિષ્ય’:અમદાવાદમાં LD સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પાસે ધમધમે છે પાનના ગલ્લા, વિદ્યાર્થીઓ જાહેરમાં લગાવે છે સિગારેટના કશ

Views 146

 

ઊંઘતું તંત્ર, બરબાદ થતું ‘ભવિષ્ય’:અમદાવાદમાં LD સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પાસે ધમધમે છે પાનના ગલ્લા, વિદ્યાર્થીઓ જાહેરમાં લગાવે છે સિગારેટના કશ

 સ્કૂલો-કોલેજો પાસે જ વ્યસનનાં ચાલતા અડ્ડા 

                 કોઈપણ વ્યસનની શરૂઆત ગુટકા, પાન મસાલાથી શરૂ થઈને દારૂ અને ડ્રગ્સ સુધી લઈ જાય છે. ટીનેજમાં શરૂ થયેલું વ્યસન યુવાની આવતાં આવતાં નશીલા પદાર્થો સુધી પહોંચે છે. તાજેતરમાં ગાંધીનગર કલેક્ટરે જિલ્લામાં શાળાઓથી 100 મીટરની ત્રિજ્યામાં જે લારી-ગલ્લાઓ બીડી- સિગારેટ, ગુટકા કે અન્ય તમાકુની ચીજવસ્તુઓનું વિતરણ કરતા હોય એને દૂર કરવા આદેશો કર્યા છે. સ્કૂલ કે અન્ય શૈક્ષણિક સંસ્થાની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં ગુટકા-તમાકુ વેચવા પર પ્રતિબંધ છે, પરંતુ અમદાવાદમાં આ પ્રતિબંધ માત્ર કાગળ પર જ રહી ગયો છે.

                                                              કાર્યવાહી કરવામાં સરકારના તમામ વિભાગ નિષ્ફળ
આ અંગે DivyaBhaskarએ શેઠ સી.એન. વિદ્યાલય, ગુજરાત યુનિવર્સિટી અને LD એન્જિનિયરિંગ કોલેજની 100 મીટરની ત્રિજ્યામાં થઈ રહેલા તમાકુ, ગુટખા અને સિગારેટના વેચાણ અંગે રિયાલિટી ચેક કર્યું છે. આ રિયાલિટી ચેકમાં ત્રણેય શૈક્ષણિક સંસ્થાની આસપાસ પાનના ગલ્લા ધમધમી રહી છે. માત્ર એટલું જ નહીં, વિદ્યાર્થીઓ તમાકુ, ગુટકા અને સિગારેટનું સેવન કરતા જોવા મળ્યા હતા. શૈક્ષણિક સંસ્થાઓ બહાર જ તમાકુનું વેચાણ તથા સેવન કરતાં દૃશ્ય કેમેરામાં કેદ થયાં હતાં. કેટલીક જગ્યાએ તો પિપરમિન્ટ અને બિસ્કિટના વેચાણની આડમાં સિગારેટ, તમાકુ અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે. જોકે આ તમામ સામે કાર્યવાહી કરવામાં સરકારના તમામ વિભાગ નિષ્ફળ જ ગયા છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                આ શૈક્ષણિક સંસ્થાઓ પાસે સિગારેટ-તમાકુનું ખુલ્લેઆમ વેચાણ

                                                                 સી.એન. વિદ્યાલયઃ નીચે રાખેલા બોક્સમાંથી સિગારેટ કાઢી
સી.એન. વિદ્યાલય બહાર આવેલી એક નાનકડી દુકાનમાં રિપોર્ટર જ ગ્રાહક બનીને ગયો હતો અને સિગારેટ માગી હતી, ત્યારે ગલ્લામાં નીચે રાખેલા એક બોક્સમાંથી ગલ્લાવાળાએ સિગારેટ કાઢીને આપી હતી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                પીપરમિન્ટ- બિસ્કિટની આડમાં ગુટખા-પાનમસાલાનું વેચાણ

                                                                 ગુજરાત યુનિવર્સિટીઃ વિદ્યાર્થી સિગારેટ ફૂંકતા જોવા મળ્યા
ગુજરાત યુનિવર્સિટી બહાર આવેલા ગલ્લા પર જઈને રિપોર્ટરે ગ્રાહક બનીને ગુટકા માગ્યો ત્યારે ગલ્લાવાળાએ આપ્યો હતો, જે કેમેરામાં કેદ થયું છે. આ ઉપરાંત આ ગલ્લાની બહાર જ કેટલાક વિદ્યાર્થીઓ જાહેરમાં સિગારેટ પીતા તથા ગુટકા ખાતા પણ દેખાયા હતા.                                                                                                                                                                                                                                                                                                                   18 થી 25 વર્ષના યુવાઓને તમાકુથી થતા કેન્સરમાં 15% યુવા

                                                                 એલ.ડી.એન્જિનિયરિંગઃ એક વિદ્યાર્થી નજર સામે ગુટકા લઈ ગયો
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના ગેટની બહાર જમણી બાજુમાં આવેલી ખાણીપીણીની લારીઓ સાથે એક ગલ્લો હતો, જેમાં ઉપર પિપરમિન્ટ અને બિસ્કિટ હતાં, જ્યારે દુકાનદાર જ પોતે મસાલો બનાવતો હતો અને રિપોર્ટરે ગ્રાહક બનીને સિગારેટ માગી તો નીચેના ખાનામાંથી સિગારેટ આપી હતી, આ દરમિયાન એક વિદ્યાર્થી ગુટકા પણ લઈ ગયો હતો.

                                                              વ્યસનના અડ્ડા બંધ કરાવવાની જવાબદારી કોની?
સરકારનો એકપણ વિભાગ આ નિયમનું પાલન કરાવતો નથી. આ અંગે DEOએ આર.આર. વ્યાસે કહ્યું હતું કે અમે પોલીસને જાણ કરીએ છીએ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા ડ્રાઇવ પણ ચલાવવામાં આવે છે. તો બીજી તરફ કલેક્ટર સંદીપ સાંગલે કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં કોર્પોરેશને કાર્યવાહી કરવાની હોય છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અમે કાર્યવાહી કરીએ છીએ. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલ કહે છે, આ નિયમનું પાલન પોલીસે કરાવવાનું હોય છે. જો કોઈ જાહેરમાં કચરો કરે તો તેને દંડ કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.

                                                  વ્યસન બંધ નહીં થાય તો કેન્સરના કેસ વધશેઃ GCRIના ડાયરેક્ટર
આ અંગે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના ડાયરેકટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે વ્યસન બંધ નહીં થાય તો કેન્સરના કેસ વધશે. યુવાઓ વ્યસનના રવાડે ના ચઢે એવી મારી અપીલ છે, જેમને વ્યસન છે તે વ્યસનમાંથી બહાર આવવા પ્રયત્ન કરે. આપણે ત્યાં લોકોએ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ શરૂ કર્યું છે, જેનાથી વ્યસનના રવાડે ચઢ્યા છે. વ્યસન છોડીને દિવસમાં 30-45 મિનિટ વ્યાયામ તરફ વળવું તો સ્વસ્થ રહી શકાશે.

                                                        રાજ્યમાં માત્ર છ મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દી
ગુજરાતમાં કેન્સરની સ્થિતિ ધીરે-ધીરે ખરાબ થતી જાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 સુધીમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,570 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 1,11,933નાં મોત થયાં છે, એટલે કે ત્રણ વર્ષમાં નોંધાયેલા કુલ કેસમાંથી 54.98 ટકા કેન્સર પીડિત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો માત્ર ચાલુ વર્ષની જ વાત કરીએ તો 2021ના 6 મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા છે.

                                                                                   ગુજરાતમાં કેન્સર વધવાનાં કારણો
ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81% દર્દીને મોઢાનું, 10.98%ને જીભના ભાગનું, 9.74%ને ફેફસાંનું, 4.27%ને અન્નનળીનું અને 3.98% દર્દીઓમાં લ્યુકેમિયાનું કેન્સર જોવા મળે છે, જ્યારે મહિલા દર્દીઓમાં 29.41 ટકા સ્તનનું કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા દર્દીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.

અહેવાલ – સુરેશ પાંડે                                                                                                                              વિજયસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *