ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નીનુ ખૂન કરી ભાગી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

Views 56

ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની પત્નીનુ ખૂન કરી ભાગી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

ગઈ કાલ તા. ૨૫/૧૨/૨૦૨૧ ના રોજ ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવના છાપરામાં પોતાની પત્નીનુ ગળુ દબાવી ખૂન કરી આરોપી ભાગી ગયેલ હોવાનો બનાવ બનવા પામેલ હતો. જેથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય આર. મંડલીક નાઓએ અમદાવાદ શહેરમાં બનેલ ખૂનના ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢવા સારૂ જરૂરી સૂચના આપવામાં આવેલ હતી. જે અનુંસધાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ તેઓના સ્કોડના સ્કોડના પો.સ.ઈ. શ્રી કે.એમ.ચાવડા તથા ટીમના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. દરમ્યાન એ.એસ.આઇ પરેશભાઇ તથા પો.કો. ભાવેશ નાઓને સંયુકત બાતમી હક્કિત મળેલ કે “કમરુલ રઝાકભાઇ શેખ રહે ચંડોળા તળાવના છાપરા તેણે પોતાની પત્નીનુ ખૂન કરેલ તે ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરે છે જે ઇસમ હાલમાં ઇસનપુર દશામાંના મંદિર પાસે ચંડોળા તળાવની પાળ બંગાળી વાસના નાકાં પાસે ઉભો છે.” જે હકિકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં બાતમીમાં જણાવેલ ઇસમ કમરૂલ રઝાકભાઇ શેખ, ઉ.વ. ૪૫, રહે. ચંડોળા તળાવના કાચા છાપરા, બસીર કિરાણા સ્ટોર્સની બાજુમાં, નવાબનગર, ઇસનપુર, અમદાવાદ તથા મુળ રહે. બાગપુલ, જોપથુલ નોર્થ, ચોવીસ પરગણા, કલકત્તા, પશ્રિમ બંગાળ નાને તા.૨૬/૧૨/૨૦૨૧ ના કલાક ૧૪/૩૦ વાગે ઝડપી પાડેલ જેની ઝડતી તપાસ કરતાં ચાંદીની ચેઇન કિ.રૂ. ૬૩૦/- તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા ચાવી કિમંત રૂ.૦૦/૦૦- મળી કુલ્લે રૂપિયા ૧૧૬૩૦/- નો મુદ્દામાલ મળી આવતાં કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં પોતાની પત્ની મેરીનાબીબીનુ મકાન કલકત્તામાં આવેલ હોય. જે પોતાના નામ ઉપર કરાવવા બાબતે બન્ને વચ્ચે ઝગડા થતાં હોય, જેના કારણે ચારેક દિવસથી ચંડોળા ખાતે આવી પોતે તથા પત્ની અલગ ભાડાનું છાપરુ રાખી રહેવા લાગેલ. તા.૨૫/૧૨/૨૦૨૧ ના સવારના સમયે બન્ને વચ્ચે ઝગડો થતાં પોતાના છાપરામાં પોતાની પત્નીનુ ગળુ દબાવી ખુન કરી, તેની ચાંદીની ચેઇન તથા મોબાઇલ ફોન લઇ છાપરાને તાળુ મારી ભાગી ગયેલ હોવાની કબુલાત કરેલ. જે બાબતે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાત્રી તપાસ કરતાં પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૧૦૨૨૨૧૪૧૯૪/૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો દાખલ થવા પામેલ હોય, આરોપીને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.     
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *