આસામમાં રૂ. 40 કરોડની પ્રતિબંધિત યાબા ટેબલેટ સાથે આરોપી ઝડપાયો

Views 124

– ઉત્તર પૂર્વમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા  

– આરોપીએ હોમગાર્ડના જવાનોને રૂપિયા 20 લાખની લાંચની ઓફર કરી હતી 

કરીમગંજ : ઉત્તર પૂર્વમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. આસામ પોલીસે કરીમગંજ જિલ્લામાંથી પ્રતિબંધિત યાબા ટેબલેટની હેરાફેરી કરતા આરોપીને ઝડપી લીધો છે. આ માહિતી આસામ પોલીસે મંગળવારે આપી હતી. એક રિપોર્ટ મુજબ,પોલીસે કુલ ૯૦ કિલોગ્રામ યાબા ટેબલેટ કબજે કરી છે. આ ટેબલેટની બજાર કિંમત રૂપિયા ૪૦ કરોડ આંકવામાં આવી રહી છે. 

મળતી માહિતી અનુસાર, પોલીસની એક ટીમે બાગરગુલના નિશ્ચિંતપુરમાં અલ્ટો કારની તપાસ દરમિયાન પ્રતિબંધિત ટેબલેટનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે આ સાથે જ ૩૬ વર્ષીય આરોપી હાફીઝુદ્દીનની ધરપકડ કરી છે. કરીમગંજ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, હોમગાર્ડની સમય સુચકતાને કારણે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. 

પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર,આરોપી હાફીઝુદ્દીને હોમગાર્ડના જવાનો અનુપમ માલાકર અને જશીમુદ્દીને રૂપિયા ૨૦ લાખની લાંચની ઓફર આપી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી સામે એનડીપીએસ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ, આરોપી બદરપુરના સોમવારી બજારનો રહેવાસી છે. 

બીજી તરફ, મિઝોરમ પોલીસને પણ ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. પોલીસે ચમફાઈ જિલ્લામાં ભારત-મ્યાનમાર સરહદ પાસેથી રૂપિયા ૧.૩૧ કરોડનું હેરોઈન ઝડપ્યું છે. આ સાથે જ મિઝોરમ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક રિપોર્ટ અનુસાર, ઝડપાયેલા હેરોઈનને સાબુની ડબ્બીઓની અંદર સંતાડવામાં આવ્યું હતું. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *