અમદાવાદના કૃષ્ણનગરનુ એક કપલ ગેરકાયદે રીતે અમેરિક જવાના મોહમાં ફસાયુ અને તેમને ઈરાનમાં બંધક બનાવી પૈસા માટે તેમના પર અમાનુષી અત્યારચાર ગુજારવામાં આવી રહ્યો હતો. કપલના પરિવારે મદદ માટે હર્ષ સંઘવી પાસે મદદની આજીજી કરી અને તાત્કાલિક ઘટનાની ગંભીરતાને સમજી હર્ષ સંઘવીએ તમામ એજન્સીને કામે લગાડી.
ઈરાનમાં ફસાયેલા ગુજરાતી કપલનો સરકારની મદદથી માત્ર 24 કલાકની અંદર છૂટકારો થયો છે અને નર્કાગારની સ્થિતિમાંથી બહાર આવ્યુ છે. કપલ એજન્ટ મારફત ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળ્યુ હતુ. જેમા તેમને ઈરાનથી કેટલાક પાકિસ્તાની એજન્ટોએ બંધક બનાવ્યા હતા અને વધુ રૂપિયાની માગ કરી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બંધક બનાવનારા ઈસમોએ પંકજ પટેલને નગ્ન કરી તેના શરીર પર બ્લેડથી આડેધડ સેંકડો ઘા જીંક્યા હતા. આ અમાનુષી અત્યાચારનો વીડિયો બનાવી તેમના પરિવારને મોકલવામાં આવ્યો અને પરિવાર પાસે વધુ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
પરિવારે સમગ્ર મામલે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની આજીજી કરી અને હર્ષ સંઘવીએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. તેઓ ખુદ અમદાવાદની રથયાત્રા અને યોગદિવસની ઉજવણીની તૈયારીઓના વ્યસ્તતા વચ્ચે તેમણે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક તમામ એજન્સીઓને કામે લગાડી હતી. તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, કેન્દ્રીય ગૃહમંત્રાલય, વિદેશ મંત્રાલયને સમગ્ર ઘટનાથી અવગત કરી કપલને છોડાવવાના તમામ પ્રયાસ શરૂ કર્યા હતા.
તમામ વ્યસ્તતા વચ્ચે હર્ષ સંઘવી ખુદ સમગ્ર ગતિવિધિ પર મેળવી રહ્યા હતા અપડેટ
આટલુ જ નહીં હર્ષ સંઘવી પણ સમગ્ર ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા અને ચાલી રહેલી તપાસ પર અપડેટ મેળવી રહ્યા હતા. હર્ષ સંઘવીના કહેવાથી એક પછી એક એજન્સી સક્રિય થઈ હતી. જેમા વિદેશથી લઈને સ્થાનિક એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કપલના ફોન સર્વેલન્સમાં મુકી તેમનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યુ હતુ. જેમા તહેરાન પોલીસની પણ મદદ લેવામાં આવી હતી અને ઈન્ડિયન એમ્બેસીની મદદ લેવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસને પગલે પંકજ અને નિશાને શોધવા માટે તહેરાનમાં નિયુક્ત ડિપ્ટી ચીફ ઓફ મિશન જોન માઈ નો પણ સંપર્ક કરવામાં આવ્યો. સરકારની સતર્કતાથી આખરે તહેરાનમાં પંકજ અને નિશાના લોકેશનની જાણકારી મળી ગઈ અને પોલીસની મદદથી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી પંકજ અને નિશાને મુક્ત કરાવવામાં આવ્યા.