અમદાવાદ-સુરતના તબીબોએ અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે

Views 134

જો સાંજ સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તોઈમર્જન્સી-કોવિડ ડ્યુટી કરવામાં આવશે નહીં
રેસિડેન્ટ ડોકટરોની અછત અને બોન્ડના પ્રશ્નો
નારાજ ડોક્ટરો કામથી દૂર રહેશે


નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની અછત સર્જાઈ છે. ઉપરાંત ડોક્ટરોના બોન્ડના પ્રશ્ને આજે બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર્સ એસોસીએશનના રેસિડેન્ટ ડોક્ટરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને પીજી ડાયરેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ડોક્ટરોએ આવતીકાલ તા.7થી અનિશ્ચિત  મુદતની હડતાલનું એલાન કર્યું છે. જેમાં 1,000 ડોક્ટરો જોડાશે. હડતાલમાં બી.જે. મેડિકલ, શારદાબેન, સોલા સિવિલ તથા સુરતની હોસ્પિટલ જોડાઈ છે. વી.એસ. આવતીકાલથી જોડાશે. તે સિવાયની બાકી કોલેજો પણ પછીથી જોડાશે.
જુનિયર ડોક્ટર્સ એસોસીએશને તેમના પ્રશ્નો અંગે આજે સવારે બી.જે. મેડિકલ કોલેજ ખાતે રેલી કાઢી હતી. જેડીએએ જાહેર કર્યું છે કે સોમવાર સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. જેથી આવતીકાલ તા.7ના રોજ સવારે 9 થી 5 ઓપીડી બંધ રહેશે. સવારે 9-30 વાગ્યે બી.જે. મેડિકલ કોલેજમાં તમામ રેસિડેન્ટ ડોક્ટર એકઠા થશે. રૂટિન સર્વિસમાં કોઈ ડોક્ટર જોડાશે નહીં. મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ હકારાત્મક ઉકેલ નહીં આવે તો ઈમરજન્સી સેવા તથા કોવિડ સેવાથી પણ અળગા રહી વિરોધ કરવામાં આવશે.
1. નીટ-પીજી કાઉન્સેલિંગ પ્રક્રિયા પાછળ ટેલાવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડોક્ટર્સની અછત પુરવા તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટ ડોકટર્સની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સની ફાળવણી તથા નિમણૂક કરવામાં આવે.
2. સિનિયર રેસિડેન્ટશીપને બોન્ડેડ સમયગાળામાં ગણવામાં આવે. આ પદ્વતિ 2018ની બેચ પુરતી માન્ય ગણવામાં આવી છે. પરંતુ તેનાથી કુશળ તબીબો સંલગ્ન હોસ્પિટલો તથા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોમાં મળી છે. જેથી આવનારી બેચમાં આ પદ્વતિને લાગુ કરવામાં આવે.
3 .યુજી, પીજી તથા સુપરસ્પેશ્યાલિટી રેસિડેન્ટ ડોક્ટર્સ માટે સળંગ બોન્ડ પદ્વતિ લાગુ કરવામાં આવે.
4. બોન્ડેડ તબીબોની નિમણૂક તથા કામગીરીની ફાળવણી તેમની સ્પેશ્યાલિટી પ્રમાણે કરવામાં આવે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *