કોરોના અવેરનેસની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે
આ વર્ષે ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે
વિવિધ 4 નર્સરીમાંથી ફૂલો લાવવામાં આવશે
અમદાવાદ શહેરમાં કોરોના અને ઓમીક્રોનની દહેશત વચ્ચે ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં આ વર્ષે કોરોના જાગૃતિ થીમ પર ફ્લાવર શો યોજવામાં આવશે. જેમાં 7 લાખ જેટલા રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવશે.

કોરોનાના કેસ નહીં વધે તો અમદાવાદમાં થશે ફ્લાવર શો
જો કોરોનાના કેસો નહીં વધે તો અમદાવાદમાં આ વર્ષે ફ્લાવર શો યોજાશે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા ફ્લાવર શોનું આયોજન કરશે. બુધવારે મળેલી રિક્રિએશન કમિટીની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

4 અલગ અલગ નર્સરીમાંથી આ ફૂલો રિવરફ્રન્ટ ખાતે લવાશે
શહેરના 4 અલગ અલગ નર્સરીમાંથી આ ફૂલો રિવરફ્રન્ટ ખાતે લાવવામાં આવશે..આ નર્સરીમાં અલગ અલગ જાતના રંગબેરંગી ફૂલો ઉછેરવામાં આવે છે. જેમાં રાજ્યના અને રાજ્ય બહારના ફૂલો હોય છે. આ ફૂલોને લોકોને આકર્ષક લાગે તેવી રીતે ગોઠવવા માં આવે છે. નાના બાળકોથી માંડીને મોટેરાઓ જયારે આ રિવરફ્રન્ટ પરના ફ્લાવર શોની મુલાકાત લે ત્યારે મનમોહક સુગંધથી મન પ્રફુલ્લિત થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વર્ષ આખું નર્સરીમાં ઉછેર કરવા માટે બગીચા ખાતું મહેનત કરતું હોય છે. આ બાદ ફ્લાવર શો સમયે 5 દિવસ આ ફૂલોને ગોઠવવામાં લાગે છે. શાંતિલાલ રાઉત આ કામને સારી રીતે થાય તેનું કાળજી રાખે છે.

જાણો આ વર્ષની ફ્લાવર શોની થીમ
દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોવાથી અલગ અલગ થીમ પણ બનાવવા આવે છે. આ વર્ષે કોરોના જાગૃતિ થીમ પર ફ્લાવર શો યોજવામાં આવશે. કોરોના સંક્રમણ અને ઓમીક્રોનના કેસો ના વધે તો લોકો આ નિહાળી શકશે.

આવી છે અમદાવાદમાં ફ્લાવર શોને લઈને તૈયારીઓ
ઓમિક્રોન અને કોરોનાક દહેશત વચ્ચે ફલાવર શોની તૈયારીઓ શરૂ.
જાન્યુઆરી માસમાં રિવરફ્રન્ટ ખાતે યોજાશે ફ્લાવર શો.
કોરોના જાગૃતિ થીમ પર બનાવાશે ફલાવર શો.
7 લાખથી વધુ રંગબેરંગી ફૂલો હશે ફ્લાવર શો.
કોર્પોરેશનની 4 નર્સરીમાંથી લાવવામાં આવે છે ફૂલો.
રાજ્ય અને રાજ્ય બહારના ફૂલો પણ લાવવામાં આવે છે.
જાન્યુઆરી 2020 માસમાં યોજાયો હતો ફ્લાવર શો.
ફલાવર શો માટે કર્મચારીઓ 5 દિવસ સુધી દિવસ રાત કરે છે તૈયારીઓ.