૫૦૦ ગ્રામ ચરસના જથ્થા સાથે કુલ્લે રૂ.૧૧,૭૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે છ ઇસમોની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

Views 56

૫૦૦ ગ્રામ ચરસના જથ્થા સાથે કુલ્લે રૂ.૧૧,૭૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે છ ઇસમોની ધરપકડ કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર. મંડલિક નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં માદક પદાર્થોનું વેચાણ કરતા ઇસમો ઉપર વોચ રાખી ગુનાહીત જણાયેથી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ. જે અનુંસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.એન.ચાવડા નાઓએ આ દિશામાં ખાનગી રાહે તપાસ તજવીજ હાથ ધરેલ. આ દરમ્યાન પો.ઇન્સ.શ્રી જે.એન.ચાવડા ને મળેલ બાતમી હકીકત આધારે તેઓ તથા પો.સબ.ઈન્સ.શ્રી એ.પી.જેબલીયા તથા પો.સબ.ઈન્સ.શ્રી જે.ડી.પ્રજાપતી, પો.સબ.ઈન્સ.શ્રી વી.કે.ઝાલા તથા સ્ટાફના માણસો સાથે તા.૨૮/૧૨/૨૦૨૧ ના રોજ મેમનગર, ડીનરબેલની ગલીમાં, રૂષીકેશ એપાર્ટમેન્ટ સામે ત્રણ રસ્તા જાહેર રોડ ખાતેથી, આરોપીઓ (૧) મેહુલકુમાર ચન્દ્રકાંત રાવલ, ઉ.વ.૩૪, રહે-રણાસણ, મોટો વાસ, તા.વિજાપુર જી.મહેસાણા, (૨) કૃણાલ સુરેશભાઇ પટેલ, ઉ.વ.૨૮, રહે-બી/૨૧૪, અભયમ સ્ટાફ ક્વાટર્સ, ઘોડાકેમ્પ રોડ, અસારવા, અમદાવાદ શહેર (૩) અર્જુનસિંહ અનુપસિંહ ઝાલા, ઉ.વ.૨૨, રહે-ખાંડવી મહાદેવની ચાલી, પ્રભુનગર સર્કલ પાસે, અસારવા, અમદાવાદ શહેર (૪) બ્રિજેશ રવીભાઇ પટેલ, ઉ.વ.૩૭, રહે-૨ રત્નસાગર ફ્લેટ, સતાધાર ચાર રસ્તા, સોલા રોડ, અમદાવાદ શહેર (૫) હર્ષ પ્રજ્ઞેશભાઇ શાહ, ઉ.વ.૩૧, રહે-બી/૪૦૧-૪૦૨, ઓક્સફોર્ડ ટાવર, ગુરૂકુળ રોડ, મેમનગર, અમદાવાદ શહેર તથા (૬) અખિલ સંજયકુમાર ભાવસાર, ઉ.વ.૩૦, રહે-૨ કુંદનપાર્ક, જૈન દેરાસરની સામે, નારણપુરા, અમદાવાદ શહેર નાઓને તેઓના કબ્જાના ગેરકાયદેસર ચરસના ૫૦૦ ગ્રામ વજન કી.રુ.૫૦,૦૦૦/- ના જથ્થા સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી તેઓના કબ્જાની સિયાઝ કાર તથા આઈ-૧૦ કાર તથા રોકડ રકમ રુ.૫૮૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬ તથા પાનકાર્ડ-૦૧, આઈ.કાર્ડ-૦૧ તથા આર.સી.બુકની નકલ-૦૧ સહીત કુલ્લે રૂ. ૧૧,૭૩,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અટક કરવામાં આવેલ આરોપીઓની પુછપરછ કરતાં આ ચરસનો જથ્થો આરોપી મેહુલ રાવલ તથા ક્રુણાલ પટેલ તથા અર્જુનસિંહ ઝાલા તથા બ્રીજેશ પટેલનાઓ રાધનપુર બાજુથી લાવી હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપવા સારૂ લાવેલ હોવાની કબુલાત કરેલ છે. આરોપી હર્ષ શાહ તથા અખિલ ભાવસાર એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ-અલગ ગ્રાહકોને ચરસનું વેચાણ કરતાં હતાં.જે બાબતેની આરોપીઓની આગળની વધુ પુછપરછ પો.ઇ.શ્રી જે.એન.ચાવડા નાઓના સુપરવિઝનમાં પો.સ.ઈ.શ્રી વી.એન.ભરવાડનાઓ તપાસ ચલાવી રહેલ છે. 
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *