૪૧ કિલો ચાંદીની લૂંટના ગુન્હામાં છેલ્લા સત્તર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ

Views 52

પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ -૨૦૦૫ માં ફરીયાદી ગુણવંતભાઇ ચીમનલાલ દવે પોતાની મોટર સાયકલ ઉપર સુવર્ણકલા કોમપેક્ષ્ ખાતે આવેલ શ્રીજી પ્લેટર્સમાં ૪૧ કિલો ચાંદીના પાયલ પ્રોસેસીંગ માટે આપેલ હતા તે લેવા માટે ગયેલ અને પરત જતા હતા તે દરમ્યાન એક મોટર સાઇકલ ઉપર આવેલ બે ઇસમોએ ફરીયાદીના મો.સા.ને ટક્કર મારી નીચે પાડી દઇ અન્ય બે ઇસમો પણ આવી ફરીયાદીને માર મારી આંખમાં મરચા નાખી ૪૧ કીલો ચાંદીના પાયલ ભરે બે થેલા તથા મો.સા. ની લુંટ કરી ભાગી ગયેલ.જે અંગે નવરંગપુરા પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૪૯૭ / ૦૫ ઇપીકો કલમ ૩૯૪ , ૧૨૦ ( બી ) મુજબથી ગુન્હો નોંધાયેલ હતો.
ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંઘ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર . મંડલિક નાઓએ સુચના કરેલ . જે આધારે મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી , ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.બી.બારડ દ્વારા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તેઓની ટીમના પો.સ.ઈ. શ્રી એમ.એચ.શિણોલ , ટેક્નીકલ પો.સ.ઇ. શ્રી એસ.બી.પટેલ તથા પોલીસ કર્મચારીઓ મારફતે કાર્યવાહી હાથ ધરેલ.
આ દરમ્યાન પો.સ.ઇ. એમ.એચ.શિણોલ તથા ટેકનીકલ પો.સ.ઇ. એસ.બી.પટેલ સાથેના હે.કો. સુરેશભાઇ જીવણભાઇ તથા પો.કો. હર્ષદસિંહ ગંભીરસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે આરોપી ગોમ્સ અનિલભાઇ ડીસોજા રહે . ચાંદલોડીયા , અમદાવાદને ચાંદલોડીયા , ગૌતમનગર સોસાયટીથી તા .૧૮ / ૦૧ / ૨૨ ના રોજ પકડી પાડી , નવરંગપુરા પો . સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૪૯૭ / ૨૦૦૫ ઇપીકો કલમ ૩૯૪ , ૧૨૦ ( બી ) મુજબના કામે સોપવામાં આવેલ છે.
સદર આરોપીની પુછપરછ કરતા પોતાનો જન્મ અમદાવાદ રામોલ વિસ્તારમાં થયેલ અને પોતે ધોરણ -૬ સુધીનો અભ્યાસ કરેલ . પોતાની માતા મરણ જતા પિતા હેરાન કરતા હોય પોતે તથા ભાઇ બહેનો અમરાઇવાડી ખાતે ભાડેથી રહેવા જતા રહેલ.
આ દરમ્યાન અમરાઇવાડી વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે કાલુ ઠક્કર સાથે પરીચય થયેલ અને પોતે તથા વિજય અને તેના મિત્ર નાઓએ ભેગા મળી નવરંગપુરા વિસ્તારમાં એક વ્યક્તિના મો.સા. ને ટક્કર મારી તેની પાસેના ચાંદીના દાગીના ભરેલ ઘેલા તથા તેનું મો.સા.ની લૂંટ કરેલ . જે કેસમાં પોલીસ પોતાના ઘરે તપાસમાં ગયેલ હોવાનું જાણવા મળતા પોતે મુંબઇ ખાતે જતો રહેલ અને મુંબઇ ખાતે બે દિવસ રોડ ઉપર રહેલ અને ત્યારબાદ
ગોવા ખાતે જતો રહેલ અને ગોવા ખાતે આવેલ પંજીમ વિસ્તારમાં માછલીઓ પકડવાનું કામ કરવા લાગેલ અને ત્યાંજ રહેતો હતો .
આ દરમ્યાન સને -૨૦૧૯ માં ફેસબુક દ્વારા પોતાની બહેન તથા ભાઇ સાથે સંપર્ક થયેલ અને તે અમદાવાદ ચાંદલોડીયા ખાતે રહેતા હોવાનું જણાવેલ .જેથી અમદાવાદ ખાતે પ્રસંગોપાત આવતો હતો.પોતાના ભાઇ રવિની પત્નીનો શ્રીમંત પ્રસંગ રાખેલ હોય , જેથી ગઇ તા .૦૯ / ૧૨ / ૨૦૨૧ ના રોજ ગોવાથી અમદાવાદ ખાતે આવેલ અને બહેન સાથે ચાંદલોડીયા ખાતે રહેતો હતો . આ દરમ્યાન કોરોનાના કેસો વધવા લાગેલ હતા હાલમાં ગોવા ખાતે નહી જવાનું વીચારી બહેન સાથે રહેતો હતો .
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *