હાલોલ પાવાગઢ રોડ જાંબુડી જવાના માર્ગને અડીને આવેલા મકાન માલિક અરવિંદભાઈ ધનાભાઈ રાઠવા રહે. જાંબુડી રોડ પુજાપાર્ક સોસાયટી કડીયાકામ મજુરી ધંધો કરી પોતાના ઘરની બાજુ એ સાંજે પોતાની મોટરસાયકલ.નંબર.G.J.17.BL.8611. ઘરની આગળ પાર્ક કરી હતી.
તે દરમ્યાન રાત્રી નો અંધારાનો લાભ લઈ કોઈ ચોર ઈસમ લઈ ગયેલ છે તેવુ સ્થાનિક આજુ બાજુ ના રહીશોને જણાવેલ ત્યારબાદ વધુ બીજી બે મોટરસાઈકલ આજ વિસ્તાર માથી ચોરી થઈ હોવાનુ જાણવા મળેલ છે.
જેમાં શૈલેષ કુમાર અદેસિહ રાઠવા.મુળ રહે.બચકા સાલિયાવ.,તા-કાલોલ હાલ પુજાપાર્ક સોસાયટી જાંબુડી રોડ તેઓની મોટરસાઈકલ નંબર.G.J.17. A.Q.4133.હીરો સ્પેલેન્ડર પ્લસ કાળા કલરની સફેદ પટ્ટા વાળી મોટરસાઈકલ ચોરી થઈ હોવાનુ જણાવેલ.
જેઓ પરેશ ભાઇ ગોરધન ભાઈ રાઠવા નાઓના મકાનમાં ભાડે રહે છે .તેમજ જાંબુડી રોડ પર સાઈપાર્ક સોસાયટી ચર્ચ ની બાજુ એ રહેતા નીલેશ ભાઈ રમણભાઈ રાઠવા તેઓની મોટરસાઈકલ નંબર. G.J.17.B.P.4306.હીરો સ્પેલેન્ડર પ્લસ કાળા રંગ ની સફેદ પટ્ટા વાળી મોટરસાઈકલ ચોરી થઈ હોવાની ફરિયાદ હાલોલ રુરલ પોલીસ સ્ટેશને જાણ કરાઈ અને ત્રણ મોટર સાઇકલ ચોરી થઈ હોવાનુ જણાવેલ જે એક મોટરસાઈકલ ની કીંમત.10,000/-ગણી કુલ ત્રણની 30,000/- મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનુ શૈલેષ કુમાર અદેસિહ રાઠવા તથા નીલેશ ભાઈ રમણભાઈ રાઠવા નાઓએ ત્રણેય મોટરસાઈકલ ચોરી ગયા હોવાની જાણ કરી ચોર ઈસમો વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા હાલોલ રુરલ પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
હાલોલ જાંબુડી રોડ પર આવેલી પુજાપાર્ક અને સાઈપાર્ક વિસ્તારના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલી ત્રણ અલગ- અલગ મોટર સાઇકલ ની ચોરી
Views 58