સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં દાદાગીરી કરનારા બજરંગદળના 5 આગેવાન સામે ફરિયાદ

Views 116

શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વેલેન્ટાઇના દિવસે બગીચામાં બેઠેલા કપલને હાથમાં દંડા અને ધોકા લઇને બજરંગદળના આગેવાનો દ્વારા દાદાગીરી કરીને ઉઠાડી મુકવામાં આવ્યા હતા. જેને લઇને 5 આગેવાનો સામે ગેરકાયદેસર મંડળી બનાવા બાબતે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છેકે, ગાંધીનગર શહેરમાં બજરંગદળ દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષથી વેલેન્ટાઇન દિવસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને ભારતીય સંસ્કૃતિનો પ્રયાસ કરવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રેમી પંખીડા પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરે છે. ત્યારે મોટા ભાગના કપલ બગીચામાં બેસતા હોય છે. જ્યારે આ દિવસ ભારતીય સંસ્કૃતિમાં માન્ય નથી, જેને લઇને બજરંગદળ દ્વારા તેનો દર વર્ષે વિરોધ કરવામાં આવે છે.

ત્યારે ગત રોજ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેઠેલા કપલને સવારના સમયે બજરંગદળના આગેવાનો જેમાં હિતેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા (રહે,સેક્ટર 4એ), શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે, પેથાપુર), ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહ રહેવર (રહે, સેક્ટર 4એ), ભાર્ગવ સચીનભાઇ પટેલ (રહે, મોટા ચિલોડા) અને કેયુર દિપકભાઇ જાની (રહે, વાવોલ) દ્વારા ધમકાવવામાં આવ્યા હતા. બજરંગદળના આગેવાનો દ્વારા કલેક્ટરના જાહેરનામાંનો ભંગ કરવામાં આવ્યો હતો. જેને લઇ પાંચ આગેવાનો સામે સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

વેલેન્ટાઇન ડેના દિવસે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેસેલા અને ડેની ઉજવણી કરતાં કપલોને દંડા લઇ આવેલા બજરંગદળના કાર્યકરોએ ભગાડી મુક્યા હતા. ભારતીય સંસ્કૃતિના પ્રયાસને લઇ બજરંગદળે ડેનો વિરોધ કર્યો હતો. જેથી જાહેરનામાનો ભંગનો ગુનો બજરંગદળના 5 આગેવાન સામે નોંધાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *