સુરત:મંગળવાર: કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજ રોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ ૧૮૯ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા ૭૨૪ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સી.સી.ટી.વી કેમેરાની મદદથી 0૧ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૧૩,૫૬૯ આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાઓ બનાવીને ફરતા ૩૧,૫૮૦ જેટલા લોકોના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં ત્રીજા તબક્કાના લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોએ ઘરથી બહાર ન નીકળવા અને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે.
સૂરત શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો કડક અમલઃઆજરોજ જાહેરનામા ભંગ બદલ ૧૮૯ આરોપીઓની અટકાયત તથા ૭૨૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે
Views 66