પાલિકાનું ફાયર વિભાગ પણ કામે લાગ્યું
લાપરવાહી કરનાર શાળાઓને છોડવામાં આવશે નહીં
કોરોનાના કારણે લાંબા સમયથી શાળાઓ બંધ હતી. જેમમાં સુરત શહેરમાં કોરોના કેસોમાં ઘટાડો થતા શાળાઓ ફરી શરૂ થઈ છે. જેથી પાલિકાનું ફાયર વિભાગ પણ કામે લાગ્યું છે. તેમાં અલગ અલગ ટીમ બનાવી આઠ ઝોનમાં આવેલી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ શરૂ થતાં સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
શાળાઓ પર ફાયર વિભાગે બાજ નજર રાખી
બેદરકારી દાખવનાર શાળાઓ પર ફાયર વિભાગે બાજ નજર રાખી છે. વેકેશન પછી ધમધમતી થયેલી શાળાઓ પર પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે મોરાભાગલના ફાયર અધિકારી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા સાથે લાપરવાહી કરનાર શાળાઓને હવે છોડવામાં આવશે નહી.
શાળાને સીલ કરી દેવાની પણ ફાયર વિભાગની તૈયારી
નિયમ વિરુદ્ધની શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ઝોનમાં શાળાઓમાં ચેકીંગ કરવા ફાયરની ટીમ નીકળી પડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓમાં અપૂરતા સાધનો, એન્ટ્રી એક્ઝિટ અને સાધનો વેલીડ ડેટ ના છે કે નહીં તે તમામની ચકાસણી કરવામાં આવશે. જો કે ફાયરની આ ચેકીંગને શાળાના ટ્રસ્ટી સહિત આચાર્યએ પણ વધાવ્યું હતું. જેમાં સિલિંગની કામગીરી કરવા સુધીની ફાયર વિભાગની તૈયારી જોવા મળી રહી છે.
ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું
સુરતમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. જેમાં કેટલીક બેદરકાર શાળાઓ માત્ર પૈસા બચાવવા ખાતર ફાયરના સાધનોની વ્યવસ્થા ન કરી બાળકોના જીવ જોખમમાં રાખતી હોય છે. જેથી બાળકોના જીવ જોખમમાં ના મુકાય તે હેતુસર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.