વોન્ટેડ આરોપીઓ પોલીસની ઝડપમાં અંજાર પોલીસ અને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા

Views 84

અંજાર પોલીસે દુષ્કર્મ અને પ્રોક્સોના આરોપીને વરસામેડીથી રાઉન્ડઅપ કર્યો હતો, જ્યારે બીજી બાજુ અંજારના વોન્ટેડ આરોપીને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારમાંથી રાઉન્ડ અપ કર્યો હતો. અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા સગીરા પર દુષ્કર્મ અને પ્રોક્સો કેસનો આરોપી રાજસ્થાન તરફ ગયો હોવાની બાતમી વચ્ચે હ્યુમન સર્વેલન્સ અને આધુનિક સંસાધનોની મદદથી અંજાર પોલીસે જાણી લીધું હતું કે, હાલ આ આરોપી જતીન ઉર્ફે જીતુ અશોક શર્મા (ઉ.વ.32) વાળો અંજારના વરસામેડી ખાતે ચોક્કસ સ્થાને આવેલ છે. જેથી પોલીસે વોચ ગોઠવી આરોપીને જાળમાં લીધો હતો અને રાઉન્ડ અપ કરી વધુ પુછરપછ માટે પોલીસ મથકમાં લઈ ગઈ હતી.

બીજી તરફ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ, પીએસઆઇ તથા એલસીબીની ટીમે બાતમીના આધારે પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના 14,00,000ના પ્રોહીબિશનના કેસનો વોન્ટેડ આરોપી નિર્મલસિંહ પ્રવિણસિંહ જાડેજાને અંજારના મોટી ખેડોઈમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાધનપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *