વિરમગામ ઘોડા ગામના મગનભાઈ મનુભાઈ ચાવડા નું શંકાસ્પદ મોત મામલે તેમના ભાઈ મુળજીભાઈ મગનભાઈ ચાવડા દ્વારા ફરિયાદ આપવામાં આવી

Views 190


_ખાસ અહેવાલ_
*અમદાવાદ જિલ્લાના વિરમગામના ઘોડા ગામે દારૂની બદીએ વધુ એક  નો  ભોગ લીધો*
અમદાવાદ ના ભીમ આર્મી ગુજરાત એક્તા મિશન ના મહામંત્રી હસમુખ ભાઇ ઝાલા ની ઉગ્ર રજૂઆત
આજ રોજ સવારથી વિરમગામ ગાંધી હોસ્પિટલ હતા. વાત એમ છે કે વિરમગામ ના ઘોડા ગામના મગનભાઇ ચાવડા નું શંકાસ્પદ મોત થયું હતું અને તેમની ડેડ બોડી PM માટે વિરમગામ લાવેલ. સવારમાં જ મરણ જનાર ના ભાઈ મુળજીભાઈ નો ફોન આવ્યો. અને ઘટના વિશે વાત કરી તરત જ ગાંધી હોસ્પિટલ પહોંચ્યો.
આ બાબતે કનુભાઈ. રામપુરા અને હરિભાઈ. વંથલ અને નવઘનભાઈ. જખવાડા સાથે વાત કરી અને એક પછી એક સાથી મિત્રો વિરમગામ ગાંધી હોસ્પિટલ એકઠા થયા. પહેલા તો PM માટે ડોકટર અમદાવાદ લઈ જવાનું કહેતા હતા. પણ તેમને મળીને અહીજ બે ડોકટર ની પેનલ સાથે PM કરાવડાવ્યું. અને ત્યાર બાદ ફરિયાદ માટે સ્થાનિક પોલીસ સાથે હંમેશની જેમ થતો લાંબો સંઘર્ષ થયો અંતે મરણ જનાર ના ભાઈ મુળજીભાઈ દ્વારા સમગ્ર હકીકત ની લેખિત ફરિયાદ આપી.
સવારે 9.30 થી સાંજના 4.30 સુધી દવાખાનામાં જ PM અને ફરિયાદ બાબતે પોલીસ સાથે સમાજના આગેવાનોએ લડત આપી સંગઠન શક્તિ બતાવી. આ બનાવ જે ગામનો છે તેનું પોલીસ સ્ટેશન નળ સરોવર લાગે છે. આ પોલીસ સ્ટેશનને નવું ઉદ્ઘાટન થયું ને માંડ ત્રણ દિવસ થયા છે. આ પોલીસ સ્ટેશનના પી.આઈ તરીકે પંડ્યા સાહેબ છે. જેઓ શરૂઆતથી બનાવને લઈ ગંભીર હતા. પણ આપ જાણો છો કે તેમને ગંભીર બનાવની ફરિયાદ માટે ઉપલા અધિકારીઓ ઉપર મદાર રાખવો પડતો હોય તેઓએ પોતાની લાચારી ઉડીને આંખે વળગતી હતી. પણ પોતાની મક્કમતા પણ છેલ્લે બતાવી અને ફરિયાદમાં અમુક સુધારાઓ કરીને નીચે સહી કરવાની તૈયારી એક ક્ષણ નો વિચાર કર્યા વિના બતાવી હતી. અને લેખિત ફરિયાદ ઉપરી અધિકારીને બતાવવાની મક્કમતાનો છેદ ઉડાડી દીધો. અને ફરિયાદની ઝેરોક્ષ નકલ પણ આપી દીધી.
આ સમગ્ર બનાવનું મૂળ ઘોડાગામે દેશી દારૂનું ધૂમ વેચાણ જજ જાહેર ચાલે છે. તે છે. આ બાબતે સ્થાનિક યુવાનો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે યુવાનો દેશી દારૂના રવાડે ચડી ગયા છે. અને અકાળે મોતને ભેટી રહ્યા છે. આ બાબતે સ્થાનિક આગેવાન મુળજીભાઈ જેઓના પત્ની ગામના સરપંચ છે તેઓએ આ દારૂની હાટડીઓ બંધ કરવા માટે અનેક રજૂઆતો કરી ચુક્યા. પણ પોલીસના હપ્તા રાજમાં દેશી દારૂના બુટલેગરો પોલીસ ઉપર હાવી જોવા મળ્યા.
ગામે પાંચ થી વધુ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી રાત દિવસ ચાલુ છે. પણ તેમનું કોઈ કશું બગાડી લેતું નથી. આ બનાવની ફરિયાદ માં પણ આ બધી હકીકત લેખિતમાં જોવા મળી. ગામડાઓમાં ફિલ્ડમાં જઈએ ત્યારે દારૂ ની બદી ગામે ગામ વધેલી જોવા મળે છે. અને લોકોની ફરિયાદો પણ સાંભળવા મળે છે. જેથી હવે આગામી દિવસોમાં દારૂના વેચાણ જે ગામોમાં થતા હશે તે બાબતે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવાનું પણ એક વિચાર આવ્યો છે. આ કાર્યમાં સમાજના જાગૃત યુવાનોને સાથે રાખીશું…
*કિરીટ રાઠોડ.(સામાજિક કાર્યકર)*
*_નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ_*
વિરમગામ. જી.અમદાવાદ
*- મો. ૯૭૨૭૭૪૫૩૮૭*
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
અહેવાલ::  જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *