વાહનના નવા નંબરમાં રાહ નહીં જોવી પડે:હવેથી જે દિવસે વાહન ખરીદશો તે દિવસે જ નંબર પ્લેટ ફીટ થઈ જશે

Views 122

ગુજરાતમાં હવે ગમે ત્યારે વાહન છોડાવવાનું થાય ત્યારે તેના માલિકને નંબર પ્લેટ મેળવવા માટે વધુ રાહ જોવી નહીં પડે. જે દિવસે વાહન છોડાવવાનું હોય તે જ સમયે શો-રૂમ પર વાહનના ડીલર્સ જ નંબર પ્લેટ ફિટ કરીને વાહનની ડિલિવરી આપશે. સરકાર ટૂંક સમયમાં આ નવા નિયમ માટેનો ઠરાવ બહાર પાડશે. સૂત્રોના જણાવ્યા મુજબ 15 દિવસમાં જ વાહન વ્યવહાર વિભાગ આ ઠરાવ બહાર પાડી શકે છે. અત્યારે અમદાવાદમાં નવા વાહનને નંબર પ્લેટ લાગતા એક અઠવાડિયાથી વધુનો સમય જાય છે. શહેરમાં દર મહિને અંદાજે 3500થી 4 હજાર નવા વાહનનું વેચાણ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે આ નવા નિયમને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર મંત્રાલય પાસેથી પૂર્વ મંજૂરી મેળવી લીધી છે. આ નિયમ હેઠળ રેન્ડમાઇઝેશન ઉપરાંત પસંદગીના નંબર માટે પણ વાહનોના ખરીદારોને લાંબો સમય રાહ જોવી નહીં પડે.

આ અગાઉ સરકારે વાહનની ડિલિવરી મેળવી લીધા બાદ આરટીઓ રજિસ્ટ્રેશન થયા પછી ડીલર્સને ત્યાંથી જ નંબર પ્લેટ ફિટ કરાવવાની પ્રણાલી શરૂ કરી હતી. ગુજરાત સરકાર હવે આ સમગ્ર પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરીને વાહનોના ડીલર્સને જ સ્ટેક હોલ્ડર બનાવીને તેમના થકી પણ નંબર ફાળવણીની પ્રક્રિયાને અધિકૃત કરશે.

પસંદગીના નંબર માટે પણ રાહ નહીં જોવી પડે
કોઈપણ વ્યક્તિ વાહન ખરીદે ત્યારબાદ નવા વાહનના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે આરટીઓ કચેરીમાં ઓનલાઇન મોકલવામાં આવે છે જેની ખરાઈ થયા બાદ આરટીઓ કચેરી તેનો નિકાલ કરીને નંબર ફાળવે છે. આ નંબરની એચએસઆરપી તૈયાર કરવા ગાંધીનગર સ્થિત નંબર પ્લેટ કંપનીમાં વાહનડીલર નંબરની યાદી મોકલી આપે છે નંબર પ્લેટ તૈયાર થઈને આવે ત્યાર બાદ વાહન માલિકને જાણ કરાય છે આ સમગ્ર પ્રોસેસમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે પસંદગીના નંબર હોય તો તેમાં વધુ સમય જાય છે પણ હવે આ માટે પણ રાહ જોવી પડશે નહીં

પસંદગીના નંબર માટે ડીલર્સ લિસ્ટ બતાવશે
ખાસ પસંદગીના નંબર માટેની હરાજીમાં ફાળવાઇ ગયેલા નંબર સિવાયના કોઇ નંબર માટે ગ્રાહકની કોઇ પસંદગી હોય તો તે ડીલર્સને ત્યાં કમ્પ્યુટર સિસ્ટમમાં જ નંબર જોઇ શકાશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેને મળી રહેશે. જ્યારે પસંદગી સિવાયના નંબર ડીલર્સ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયાથી મેળવી લેશે.
નંબર પ્લેટ બનાવવા માટે સુવિધા વધારાશે
સરકાર હવે નંબર પ્લેટ બનાવવા માટેની સુવિધા પણ વધારવા જઇ રહી છે. હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડતી હતી અને ઘણીવાર આરટીઓ કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે મોટા જથ્થામાં નંબર પ્લેટ બની શકે તે માટે ડીલર્સને જ સરકારે તૈયાર કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *