વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે થયો ચોંકાવનારો ખુલાસો 

Views 148

યુવતીની ડાયરીના છેલ્લા પાનાની ઝેરોક્ષ પોલીસને મળી

દુષ્કર્મથી બચવા લડત આપતા યુવતીને હવાસખોરોએ ચપ્પુનો ઘા માર્

વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત મામલે યુવતીની ડાયરીના છેલ્લા પાનાની ઝેરોક્ષ પોલીસને મળી છે. જેમાં ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટીએ ઝેરોક્ષ આપી છે. તેમાં યુવતીએ ઓએસીસ સંસ્થાને ઘટનાની જાણ કરી હતી. જેમાં તપાસ અધિકારીએ જણાવ્યું છે કે સંસ્થાની બેદરકારીને કારણે યુવતીનો જીવ ગયો છે.

સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી
વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત કેસમાં દુષ્કર્મથી બચવા લડત આપતા યુવતીને હવાસખોરોએ ચપ્પુનો ઘા માર્યો હતો. તથા યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું, તેજ પાનની ઝેરોક્ષ પોલીસને મળી છે. તેમજ ઓએસીસ સંસ્થાની મેનેજીંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી હતી. તથા સંસ્થાનું એ ગ્રૂપ ઘટના બની ત્યારે જમ્મુ કાશ્મીર હતું. જેથી બી ગ્રુપના સભ્યે ડાયરીના ફોટા પાડ્યા હતા. તેમજ વૈષ્ણવીએ ઘટનાની જાણ મેન્ટર અવધિને કરી હતી. તથા અવધીએ યુવતીની ઇજાના નિશાન અને ડાયરીના ફોટો મંગાવ્યા હતા.
વૈષ્ણવીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા
ઉલ્લેખનિય છે કે વૈષ્ણવીએ ડાયરીના ફોટા મેન્ટર અવધિને મોકલ્યા હતા. જે બાદ ડાયરીનું છેલ્લું પેજ ગાયબ હતું. તથા પીડિત યુવતીએ ઓએસીસ સંસ્થાને ઘટનાની જાણ કરી હતી. જો સંસ્થાએ પોલીસને જાણકારી આપી હોત તો યુવતીનો જીવ બચી જાત તેમ તપાસ અધિકારીએ જણાવ્યું છે. તથા યુવતીની ડાયરીમાંથી ગાયબ થયેલા છેલ્લા પેજનો ફોટો મોબાઈલમાંથી મળતા ફોટો, પાંચ મોબાઈલ, યુવતીના કપડાં અને ડાયરી એફ.એસ.એલમાં મોકલાયા છે.
નવસારીથી મરોલી વચ્ચેના બે કલાક સૌથી મહત્વના
યુવતીએ સંજીવ શાહને સંબોધન કરીને શૈલેષ અને વૈષ્ણવીને મેસેજ મોકલ્યા હતા. તથા વડોદરા દુષ્કર્મ અને આપઘાત મામલે યુવતી દર બે કલાકે માતાના સંપર્કમાં હતી. તેમજ બનાવના દિવસે પણ રાતના 10 સુધી મેસેજ કર્યા હતા. તેમજ મરોલીમાં નિર્મલા નામની મહિલાને મળવા ગઇ હતી. પણ રાતના 10 પછી શું થયુ તે રહસ્ય ? જેમાં નવસારીમાં પોલીસ તપાસમાં ઘણા રાજ ખુલી શકે છે. તથા નવસારીથી મરોલી વચ્ચેના બે કલાક સૌથી મહત્વના છે. તેમાં નવસારીથી મરોલી વચ્ચેનું અંતર 18 કિમીમાં યુવતી બે કલાક સુધી કોની સાથે હતી તે તપાસનો વિષય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *