વડોદરા: હાઈપ્રોફાઈલ રેપ કેસના આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટનો બીજા દિવસે પણ કોઈ પત્તો નથી 

Views 78

                વડોદરા શહેરની એક ખાનગી કોલેજની લૉનો અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવવાનો આરોપ ધરાવતાં પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનને પકડવા માટે ગોત્રી પોલીસે આજે પણ નિવાસસ્થાન અને આશ્રાય સ્થાનો પર તપાસ કરી હતી. પરંતુ તેમના કોઈ સગડ મળ્યા નથી.


આ કેસ રીલેટેડ પીડિતા દ્વારા ફોટોગ્રાફ કે વિડિયો રજુ કરવામાં આવ્યો છે કે કેમ ? તેવુ ગોત્રી પી.આઈ. સુનીલ ચૌધરીને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે બુધવારે સાંજ સુધી પીડિતા તરફથી આવા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી પોલીસ ગઈકાલથી તેમની પાસે પુરાવા માગી રહી છે. સમગ્ર કેસની હકીકત ઉપર નજર કરીએ તો પીડિતાએ તા.19મીએ મોડી સાંજે ગોત્રી પોલીસ સ્ટેશનમાં આરોપી સીએ અશોક જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) તથા પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે સૌ પ્રથમ પીડિતાને સયાજીમાં લઈ જઈને મેડીકલ ટેસ્ટ કરાવ્યા હતા. આરોપીઓની ધરપકડ કરવા માટે બે ટીમો બનાવી હતી. પુરાવા એકત્રીત કરવાની પ્રક્રીયાની સાથે આજે આરોપીઓના નિવાસસ્થાને અને આશ્રાય સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈ સગડ મળ્યા નથી.
વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં મહિલા આયોગ પણ મેદાનમાં આવી છે. મહિલા આયોગની ટીમે આજે બુધવારે પીડિતાનો સંપર્ક કરીને મુલાકાત લીધી હતી તેની વેદના સાંભળી હતી. મહિલા આયોજની ટીમ વહીવટી પ્રક્રીયાના ભાગરુપે રીપોર્ટ તૈયાર કરીને આગળ રજુ કરશે તેમ જાણવા મળી રહ્યું છે.
બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ફરાર અશોક જૈને શહેર પોલીસ
કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યુ છે કે મારો મિત્ર પ્રણવ શુક્લાના રેફરન્સથી પીડિતા પાંચેક મહિના અગાઉ મારી ઓફિસે આવી હતી. તો સવાલ ઊભો થાય છે કે, પ્રણવ શુક્લા કોણ છે ? પીડિતા સાથે પ્રણવ શુક્લાનો શું સંબંધ હોઈ શકે ? પીડિતાની જેમ અલ્પુ સિંધી પણ પ્રણવ શુક્લાથી પરિચીત છે ? શું પ્રણવ શુક્લા અને અલ્પુ સિંધી વચ્ચે કનેક્શન છે ?
પીડિતા સાથે 13 લાખના વ્યવહારો, લેન્ડલાઇન પર કોલ કરનાર ધર્મેશ પંચાલ કોણ?
અશોક જૈને પોલીસ કમિશરને આપેલી અરજીમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પીડિતાના બે બેંક ખાતામાં રૂ.41 લાખથી વધુ ડેબિટ-ક્રેડિટ થયાં હતાં. ધર્મેશ પંચાલ નામના વ્યક્તિ સાથે આશરે રૂ.13 લાખ જેટલી રકમ પણ સ્વિકારાઈ હતી. ધર્મેશ પંચાલે ગત તા.2જી અશોક જૈનની ઓફિસના લેન્ડ લાઇન ફોન પર કોલ કર્યો હતો. ધર્મેશ પંચાલ અને પીડિતા સાથે કોઇ જમીનની ડિલ ચાલતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
અલ્પુ સિંધીનો ઓડીયો વાઈરલ, સમાધાન માટે મયંકભાઈને મળી લો!
અલ્પુ સિંધીનો કોઇ અજાણ્યા શખસ સાથનો ઓડીયો વાઈરલ થયો છે, તેમાં અલ્પુ કહે છે મયંકભાઈ સાથે વાત કરી લો, અલ્પુ સીધીએે તે વ્યક્તિને ફોન પર પિડીતા સાથેના દુષ્કર્મનો વીડિયો ફેસબુક પર અપલોડ કરવાની ધમકી પણ આપી હતી. ત્યારે શું આ કેસમાં મયંક નામનો વચેટીયો સમાધાનની ભૂમિકામાં ભજવી રહયો છે ?

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *