વડોદરા ગેંગરેપ કેસના FSL રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

Views 154

દુષ્કર્મ અને આત્મહત્યાના કેસોમાં દરરોજ નવા ખુલાસા થાય છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકી પર બળાત્કાર થયો નથી
પીડિતાનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો


વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતનો કેસ રોજ નવા ખુલાસા સામે આવે છે. જેમાં હવે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ ન થયાનું સામે આવ્યું છે. તથા પીડિતાનો FSL રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનું બહાર આવ્યું
વડોદરામાં ગેંગરેપનો ભોગ બન્યા બાદ વલસાડ પાસે ટ્રેનમાં યુવતીના રહસ્યમય આપઘાતના બનાવે સમગ્ર રાજ્યની પોલીસ ચકરાવે ચઢી છે. જેમાં યુવતી પર દુષ્કર્મ થયો છે કે કેમ તેનો એફએસએલ રિપોર્ટ આવ્યો છે. તેમાં પીડિતા યુવતીનો એફએસએલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગાંધીનગર એફએસએલ દ્ધારા રેલવે પોલીસને રિપોર્ટ સુપરત કરાયો છે. તેમાં એફએસએલ રિપોર્ટમાં પીડિતા યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનું બહાર આવ્યું છે.
ચકચારી ઘટનાને આજે એક મહિના ઉપર વીતી ગયો
તેમજ પોલીસે ગેંગરેપનો ગુનો સાયોગિક, મેડિકલ અને ઓરલ પુરાવાઓના આધારે દાખલ કર્યો છે. ચકચારી ઘટનાને આજે એક મહિના ઉપર વીતી ગયો છે. આમ છતાં પોલીસને આ કેસમાં હજુ સુધી કોઇ કડી મળી નથી, ત્યારે ન્યાયની અપેક્ષા સાથે પીડિતાનો પરિવાર ગૃહમંત્રીને રજૂઆત કરવા સુરત આવ્યો હતો. જ્યાં તેઓએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.
આરોપીઓ પોલીસ પકડથી દૂર
વડોદરાની યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ પીડિતાની લાશ શંકાસ્પદ હાલતમાં લટકતી ગુજરાત ક્વિનના ડબ્બામાંથી મળી આવી હતી. પીડિતાનાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શ્વાસ રુંધાવાના કારણે પીડિતાનું મોત નીપજ્યું છે. તેમજ રેલવે પોલીસ અને SITની તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. પીડિતાની સાયકલ મળી ગઈ છે,પરંતુ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.
હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું
ઉલ્લેખનિય છે કે ગઇકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં આવ્યા હોવાથી પીડિતાના પરિવારે સર્કિટ હાઉસમાં તેમની સાથે મુલાકાત કરીને ન્યાય માટે રજૂઆત કરી હતી. પીડિતાના પરિવારનું કહેવું છે કે, જધન્ય કૃત્યને એક મહિનો વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયો નથી. બીજી તરફ સંસ્થાના સામે પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. જો કે હર્ષ સંઘવીએ એમને ફરી એક વખત આશ્વાસન આપ્યું છે કે, તમારી દીકરીને ન્યાય મળશે.
દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જોઇ ગઇ હશે
જે બાદ મૃતક યુવતીના માતા-પિતાએ વડોદરા વેક્સિન ગ્રાઉન્ડ પર આરોપીઓનો મુખ્ય ઇરાદો દુષ્કર્મનો નહિ પણ મર્ડરનો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અમારી દીકરી ઓએસિસ સંસ્થામાં ચાલતું કંઇક ખોટું જોઇ ગઇ હશે. આથી જ તેને મારી નાંખવાનો ઇરાદો હશે એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *